વડોદરા: છેલ્લા કેટલાક મહિનાઓથી શોક દર્શક ઠરાવ કરીને સભાને મુલતવી કરવાનો સિલસિલો ચાલી રહ્યો છે જેથી લોકોના પ્રશ્નોને વાચા મળતી નથી અને વિકાસના કામોને રોક લાગે છે તે માટે પોતાના મૃત્યુ બાદ લોકસભાને મુલતવી ન કરતા સભા ચાલુ રાખવી જોઈએ તેવી માંગ કરતો પત્ર વોર્ડ નંબર 15 અને 16 ના કાઉન્સિલરો દ્વારા મેયરને લખી માંગ કરી છે.
તારીખ 1/4/2024થી આજ દિન સુધીની જે સભા મળી છે તેમાંથી 50% સભા શોક દર્શક ઠરાવના કારણે મુલતવી રાખવામાં આવી છે ત્યારે વોર્ડ નંબર 15 ના કાઉન્સિલર આશિષ જોષી, પારુલ પટેલ અને પૂનમબેન શાહ સાથે વોર્ડ નંબર 16ના કાઉન્સિલર સ્નેહલ પટેલ દ્વારા સંયુક્ત પત્ર લખીને માંગ કરી છે કે કોઈના પણ મૃત્યુને માન આપવું એ આપણી નૈતિક જવાબદારી છે,અને તેમાં મૌન પાડીને સભા ચાલુ રાખી શકાય.
અથવા તો તેનો શોક દર્શક ઠરાવ બીજા મહિનાની પહેલી સભામાં જ કરાવો તેવી કોઈ વ્યવસ્થા વિચારી શકાય તેમ છે વર્તમાન સમયમાં સભાસદોનો સમય દરખાસ્તો પરના નિર્ણય આ તમામ બાબતોનો વિચાર કરતા અમારી એવી ઈચ્છા છે કે અમારા મૃત્યુ થાય તો તેના માનમાં સભા મુલતવી રાખવી નહીં.
Reporter: