News Portal...

Breaking News :

અમેરિકા નોકરી અપાવવાના બહાને ખોટા ડોક્યુમેન્ટ આપી 1.34 કરોડની છેતરપિંડી: જાનથી મારી નાખવાની ધમકી અપાતા પોલીસ ફરિયાદ

2024-08-17 11:02:20
અમેરિકા નોકરી અપાવવાના બહાને ખોટા ડોક્યુમેન્ટ આપી 1.34 કરોડની છેતરપિંડી: જાનથી મારી નાખવાની ધમકી અપાતા પોલીસ ફરિયાદ


દેશભરમાંથી લોકોને વિદેશ જવાનો જાણે ખૂબ જ મોહ છે. વિદેશ જવા માટે લોકો કોઈ પણ હદ પાર કરે તેવુ જોવા મળી રહ્યુ છે. ખાસ કરીને ગુજરાતીઓ વિદેશમાં વધુ જતા હોય છે. 


કેટલાક લોકો કોઈ પણ ભોગે વિદેશ જવા માટે ઘેલા બની જાય છે. વિદેશ જવા લોકો એજન્ટોને મોં માગ્યા પૈસા આપે છે. લોકો કેટલાક લોકો તો દેવું વિદેશ જવા માટે આતુર હોય છે. જેના કારણે વિદેશ જવાની લાલચમાં લોકો સાથે છેતરપિંડી થતી હોય છે.શહેરમાં આર.સી દત્ત રોડ અલકાપુરી ખાતે રહેતા અને ૨૦૨ નોટસ આઇ.ટી પાર્ક સારાભાઇ કેમ્પસ ગેંડા સર્કલ વડોદરા ખાતે ઓફિસ ધરાવતા હેમલ ઉર્ફે મેહુલ મહેંદ્રભાઇ પટેલએ અમેરીકા ખાતે નોકરી અપાવવાના બહાને વિશ્વાસમાં લઈને ૭ લાખ જેટલી રકમ લીધી હતી.  


જે બાદ 1.50 લાખ પરત આપી બાકીના 5.50 લાખ પરત કર્યા નહતા. જેથી તેઓને અવાર નવાર ફોન કરતા ફોન ઉપર ગમે તેવી બિભત્સ ગાળો આપી અને પૈસા નહી મળે તારાથી થાય તે કરી લેજે અને મારા હાથમાં આવશો તો તમારે જીવ ગુમાવવાનો વારો આવશે તેવી ધમકી આપી હતી. ઉપરાંત અન્ય એક પરીવારના સભ્યોને અમેરિકા ખાતે નોકરી માટે વર્ક વિઝા અપાવવાના બહાને વિશ્વાસમાં લઇ તેઓની પાસેથી રૂ.1.25 કરોડ તથા અન્ય એક પરિવારને પણ અમેરીકા ખાતે નોકરી માટે વર્ક વિઝા અપાવવાના બહાને વિશ્વાસમાં લઇ તેઓની પાસેથી રૂ. 4.34 લાખ મળી કુલ રૂ. ૧,૩૪,૮૪,૦૦૦/- જેટલી રકમની છેતરપીંડી કરતા ગોરવા પોલીસે યુવકની ધરપકડ કરી હતી. જે બાદ તેને નામદાર કોર્ટમાં રજૂ કરી 11 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. શહેરમાં જો કોઈ અન્ય વ્યક્તિ સાથે આ વ્યક્તિ દ્વારા છેતરપિંડી થઈ હોય તો ગોરવા પોલીસ સ્ટેશન નો સંપર્ક કરવા પોલીસે અપીલ કરી છે.

Reporter:

Related Post