વડોદરા: શહેરના કિશનવાડી વિસ્તારમાં પોતાના ઘરમાં દેહ વેપાર ચલાવતી મહિલાની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે ધરપકડ કરી છે અને ભોગ બનનાર ત્રણ પરપ્રાંતીય યુવતીને મુક્ત કરાવી છે.
એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમ વડોદરા શહેરમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે, આજવા રોડ કિશનવાડી મહાકાળી સોસાયટીની પાછળ સ્લમ ક્વાર્ટરમાં પારૂલ ઉર્ફે પાયલબેન બાલક્રુષ્ણા બ્રહ્મભટ્ટ પોતાના આર્થિક ફાયદા માટે બહારથી જરૂરિયાતમંદ યુવતીઓને બોલાવી પોતાના મકાનમાં રાખી ઇચ્છુક ગ્રાહકો સાથે યુવતી દીઠ રૂપિયા 1000થી 1500નો ભાવ નક્કી કરી રોકડ રકમ લઇ તેના મકાનમાં અનૈતિક દેહ વ્યપારનો ધંધો કરાવે છે.
આ બાતમીના આધારે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે આ જગ્યાએ પોલીસે રેડ કરીને સ્થળ પરથી ભોગ બનનાર 3 યુવતી મળી આવતા તેઓને ત્યાંથી મુક્ત કરાવી હતી અને દેહ વેપારનો ધંધો કરાવનાર આરોપી પારૂલ ઉર્ફે પાયલબેન બાલક્રુષ્ણા (રહે. કબીર ચોક, કિશનવાડી ગધેડા માર્કેટ વડોદરા) સામે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ધી ઇમ્મોરલ ટ્રાફીક પ્રિવેન્સન એક્ટ સને 1956ની કલમ 3, 4, 5, મુજબની ફરિયાદ દાખલ કરાવડાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે આરોપી પારૂલ ઉર્ફે પાયલબેન બાલક્રુષ્ણાની ધરપકડ કરી છે અને આરોપીને પાણીગેટ પોલીસને સોંપી છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
Reporter: admin