ભવ્ય ભારત ફાઉન્ડેશન તથા નીરવદ્ય ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે એલકોન લેબોરેટરીસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના સી.એસ.આર.સહયોગ દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરાની વિવિધ શાળાના વિદ્યાર્થીઓના શૈક્ષણિક અને સહ અભ્યાસિક પ્રવૃત્તિઓમાં પ્રદાન વધે તેમજ ઉજ્જ્વળ ભવિષ્યનાં નિર્માણ માટે પ્રોજેક્ટ જ્ઞાનોદધી નો શુભારંભ
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત શાળાઓમાં વિદ્યાર્થીઓના ગુણવત્તાલક્ષી શિક્ષણ અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓનું આદાન-પ્રદાન વધે તેમજ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને અનુરૂપ પ્રી વોકેશનલ એજ્યુકેશન મેળવી શકે તે હેતુ માટે ભવ્ય ભારત ફાઉન્ડેશન તથા નીરવદ્ય ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે એલકોન લેબોરેટરીસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના સી.એસ.આર.સહયોગ દ્વારા શિક્ષણ સમિતિની 7 શાળાઓમાં કોડિંગ લેબ, મેથ્સ લેબ તેમજ નોટબુકના વિતરણનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રોજેક્ટ અંતર્ગત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરા સંચાલિત ૭ વિવિધ શાળાઓમાં 7.70 લાખ રૂપિયાના ખર્ચે વિવિધ શૈક્ષણિક સંસાધનોનું દાન કરી વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. જેમાં 10 કમ્પ્યુટર ધરાવતી લેબોરેટરી, 2 નમો યુવા કોડીંગ કેન્દ્ર, 4 મેથેમેટિક્સ સ્ક્વેર અને 2000 નમો નોટબુક્સનો સમાવેશ છે.આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ રૂપે વડોદરા લોકસભાના માનનીય સાંસદ ડૉ. હેમાંગ જોશી, શિક્ષણ સમિતિના અધ્યક્ષ મીનેશભાઇ પંડ્યા, શાસનાધીકારી શ્વેતાબેન પારગી ઉપસ્થિત રહશે.આ કાર્યક્રમમાં ભવ્ય ભારત ફાઉન્ડેશનના સંસ્થાપક રંગમ ત્રિવેદી, પ્રોજેક્ટ જ્ઞાનોદધીના સંયોજક અને બરોડા યુથ ફેડરેશનના સંસ્થાપક રૂકમીલ શાહ તથા એલકોન લેબોરેટરીસ્ના પ્રતિનિધિરૂપ કંપનીના પ્રેક્ટિસ ડેવલપમેન્ટ મેનેજર યજુવેન્દ્રસિંહ રાઠોડ ઉપસ્થિત રહ્યા.
વડોદરા શહેરના નવનિયુક્ત સાંસદ ડો. હેમાંગ જોશી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ પ્રકારના આયોજનથી આગામી સમયમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાના વિદ્યાર્થીઓ માન. વડાપ્રધાન દ્વારા વિકસિત ભારતનું જે સ્વપ્ન જોવામાં આવ્યું છે. તે સાકાર કરવામાં મદદ મળશે.નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરાની તમામ શાળાઓનો સમાવેશ આ પ્રોજેક્ટ અંતર્ગત કરવામાં આવશે અને વધુ ગુણવત્તાયુક્ત શિક્ષણ તમામને મળી રહે તે દિશામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા પણ પ્રયત્નો કરવામાં આવશે તેવું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ મનીષ પંડ્યા દ્વારા જણાવવામાં આવ્યું હતું.રૂકમિલભાઈ શાહ અને રંગમ ત્રિવેદી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરામાં આ મુજબ કોડિંગ લેબ અને રોબોર્ટિકસ લેબ શરૂ કરવામાં આવનાર છે. તેમજ મેથ્સ સાયન્સ લેબ પણ વિદ્યાર્થીઓ માટે શરૂ કરવામાં આવનાર છે. આગામી સમયમાં એનજીઓની સહાયથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાની વધુ ને વધુ શાળાઓનો સમાવેશ કરી શકાય તેવો પ્રયત્ન અમે કરીશું.
Reporter: News Plus