વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં ચોરીના ગુનામાં છેલ્લા 11 વર્ષ નાસતા આરોપીને વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.
ઘણા વર્ષોથી નાસતા ફરતા આ રીઢા આરોપીની શોધખોળમાં રહી આજરોજ પેટ્રોલીંગ દરમ્યાન ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળેલ બાતમી આધારે કાપુરાઇ ચોકડી પાસે જાહેર માથી ઇસમ નામે સુરસિંહ ઉર્ફે સુરેશ આલ્ફાભાઇ સાપલીયા (ભીલાલ-તોમર) ઉ.વ.૨૭ રહે સાપલીયા ફળીયુતા.કઠીવાડા જી.અલીરાજપરુ (મધ્યપ્રદેશ રાજ્ય ) નાને શોધી કાઢી . આ ઇસમની પૂછપરછ દરમ્યાન તેમજ સદર ઇસમ ની ખાત્રી તપાસ દરમ્યાન સદર ઇસમ વડોદરા શહરે ના માંજલપુર પોલીસ સ્ટેશનમા સને ૨૦૧૩ ના વર્ષમા નોંધાયેલ વાહન ચોરીના ગુનામા સંડોવાયેલાં હોવાનુ માલુમ પડ્યું હતું.
આ ગુનાના કામે પોલીસ ધરપકડ ટાળવા સારુ સદર આરોપી ઇસમ નાસતો ફરતો હોવાની હકીકત જણાઇ આવતા જેથી આરોપી ઇસમ સામે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુતપાસ માટે માંજલપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે.
Reporter: News Plus