News Portal...

Breaking News :

હાય.. યે ગરમી, ઉફ... યે... ગરમી.. વડોદરામાં તાપમાનનો પારો સતત 43 ડિગ્રીને પાર

2024-05-23 19:09:23
હાય.. યે ગરમી, ઉફ... યે... ગરમી.. વડોદરામાં તાપમાનનો પારો સતત 43 ડિગ્રીને પાર


વડોદરામાં તાપમાનનો પારોસતત 43 ડિગ્રીને પાર તપી રહ્યો છે. બપોરના એક થી ચાર દરમિયાન લોકોએ ઘરની બહાર જવું નહીં તેવી તાકીદ હવામાન વીભાગે આપી છે. આ સૈયર ગરબીને લીધે લોકો રોગચાળામાં સપડાઈ રહ્યા છે, જેથી વડોદરામાં હોસ્પિટલોમાં દાખલ 400થી વધુ દર્દીઓ અસહ્ય ગરમીનો શિકાર બનતા દાખલ થયા છે.હિટ સ્ટ્રોકથી બચવા લોકો ઠંડા પીણા, શેરડીનો રસનો સેવન કરે છે પરંતુ તબીબોના મતે શેરડીના રસનું વધુ પડતું સેવન લોકો માટે હાનિકારક થઇ શકે છે.


શેરડીના રસનું વધુ સેવન કરવાથી થઈ ઝાડા ઉલટી અને ટાઇફોઇડના દર્દીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે..       

રાજ્યભરમાં તાપમાનનો પારો રેકોર્ડ બ્રેક કરી રહ્યો હોવાનું લાગી રહ્યું છે. આપણે સામાન્ય રીતે ચામડી દઝાડતી ગરમી કે તાપ એમ બોલીએ છીએ, પરંતુ બપોરે બહાર નીકળતા લોકોએ વાસ્તવમાં ચામડી દાઝ્યાનો કે ડામ દીધાનો અનુભવ કર્યો છે. ખાસ કરીને પગપાળા કે ટૂ વ્હીલરમાં બહાર નીકળતા લોકો માટે આ ગરમી ભારે આકરી સાબિત થઈ રહી છે.ગઈકાલે તાપમાનનો પારો 45 હતો જે અનુભવ 47 ડિગ્રી જેટલો થઈ રહ્યો છે. રાજ્યભરમાં લૂ લાગવાને લીધે બીમાર પડતા લોકોની સંખ્યા વધી રહી છે. એક અહેવાલ અનુસાર અમદાવાદમાં 40 ડિગ્રીથી વધારે ગરમી બાદ મૃત્યુની સંખ્યામાં 30 ટકાનો વધારો થાય છે.


રાજ્યભરમાં હજુ 26 મે સુધી આવી સ્થિતિ રહે તેવી આગાહી કરવામાં આવી છે. સરકારે ઘણી તકેદારી રાખવા જણાવ્યું છે. આ સાથે બાંધકામ સાથે જોડાયેલા શ્રમિકોને બપોરે 1થી 4 સુધી રજા આપવાનો પરિપત્ર બહાર પાડ્યો છે, પરંતુ શહેરની મોટાભાગની ગરીબ અને મધ્યમવર્ગની જનતા માટે ગરમીથી રક્ષણ મેળવવાનું અઘરું બની રહ્યું છે.અમદાવાદની ગરમી શાહરુખ ખાન ને પણ ભારે પડી છે અને તેને પણ હીટસ્ટ્રોકને લીધે હૉસ્પિટલમાં સારવાર લેવી પડી છે.

Reporter: News Plus

Related Post