વડોદરા શહેરમાં નવા રસ્તા નું કારપેટિંગ કરવામાં આવે છે પરંતુ ગટરના ઢાંકણાઓને રોડ લેવલે લાવવામાં આવતા નથી. વાહનો થી ધમધમ મુખ્ય માર્ગો ઉપર આવેલી ભૂગર્ભ ગટર લાઈનોના ઢાંકણાઓ પણ તૂટેલા ફૂટેલા જોવા મળે છે. આ ઢાંકણાઓનું સમારકામ કરવા વડોદરામાં નગર પાલિકાનું તંત્ર ખાડે ગયું હોય તેમ લાગે છે.
માંડવી પાણીગેટ મેઈન રોડ ઉત્તમચંદ ઝવેરીની પોળ પાસે ડ્રેનેજનું ઢાંકણું બેસી જતા અકસ્માત નો ભય સતત રહે છે.
હાલમાં ગરમી હોવાથી પ્રિમોસુન કામગીરી હાથ ધરવાને બદલે ગ એસી રૂમમાં અધિકારીઓ બેસી રહે છે.
એક પખવાડિયા બાદ ચોમાસાના સંભળાઈ રહ્યા છે ત્યારે સત્વરે પેજ વર્કની કામગીરી પણ હાથ ધરાવી જોઈએ. તૂટેલા ફૂટેલા ગટરના ઢાંકણું ખુલ્લું રહી જાય તેવા સંજોગોમાં રાહદારી મોતના મુખમાં ધકેલાઈ શકે છે.
Reporter: News Plus