News Portal...

Breaking News :

આનંદાચા શિધા યોજના રેશનકાર્ડ ધારકોને કિટ આપવામાં આવશે

2024-07-15 10:30:58
આનંદાચા શિધા યોજના રેશનકાર્ડ ધારકોને કિટ આપવામાં આવશે


મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રાજ્યના લોકો માટે મોટો નિર્ણય લીધો છે, જેના હેઠળ રાજ્યના લોકો માટે ગણેશોત્સવ દરમિયાન રૂ. 560 કરોડના આનંદાચા શિધા આપવા જઈ રહી છે. રાજ્યના 1.70 કરોડથી વધુ રેશનકાર્ડ ધારકોને આ કિટ થેલીમાં આપવામાં આવશે.


આ બાબતે શિંદે સરકાર દ્વારા એક આદેશ બહાર પાડીને મંજૂરી આપી દેવામાં આવે છે. આનંદાચા શિધા રાજ્ય સરકાર દ્વારા રેશનિંગમાં વિશેષ રાહત દરે આપવામાં આવતી આખી કિટ છે. જેમાં એક કિલો રવો, એક કિલો ચણાની દાળ, એક કિલો સાકર અને એક લીટર તેલની થેલી આપવામાં આવે છે. ગૌરી-ગણપતિ નિમિત્તે રેશનિંગની કિટનું વિતરણ કરવાની સરકારની યોજના છે એવું જાણવા મળ્યું છે.


આનંદાચા શિદા માટેની ટેન્ડર પ્રક્રિયામાં સુધારો કરવા માટે જે આદેશ બહાર પાડવામાં આવ્યો તેના પરથી આનંદાચા શિધાનું વિતરણ થવાની માહિતી સામે આવી હતી. સામાન્ય રીતે ટેન્ડરની પ્રક્રિયા 21 દિવસની હોય છે, પરંતુ વિશેષ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને આનંદાચા શિધા માટેની પ્રક્રિયા ફક્ત સાત દિવસમાં પૂરી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.અહીં ઉલ્લેખનીય છે કે રેશનિંગની દુકાનમાંથી આ સીધું 15 ઑગસ્ટથી 15 સપ્ટેમ્બર સુધીમાં વિતરિત કરવાનું રહેશે.

Reporter: admin

Related Post