અયોધ્યા : રામ મંદિરની સુરક્ષાને ધ્યાનમાં રાખતા દેશની અત્યંત સુસજ્જ કમાન્ડો ફોર્સ એનએસજી (નેશનલ સિક્યોરિટી ગાડર્સ) એટલે કે બ્લેક કેટ કમાન્ડોના ખભે સલામતીની જવાબદારી સોંપવામાં આવી હોવાના સમાચાર છે.
પ્રશાસન દ્વારા અયોધ્યામાં એનએસજીનું એક હબ એટલે કે કેન્દ્ર બનાવવાનો વિચાર ચાલી રહ્યો છે. આ માટે 17 જુલાઇના રોજ એનએસજીની એક ટીમ અયોધ્યા મંદિર પરિસરની સમીક્ષા કરવા માટે પહોંચશે, તેવી જાણકારી પણ મળી છે.આ ટીમ અયોધ્યા રામ મંદિર પરિસરનું નિરીક્ષણ કરી ત્યાંની સુરક્ષાની સમીક્ષા કરશે.ત્રણ દિવસ સુધી એટલે કે 20 જુલાઇ સુધી આ ટીમ અહીં રોકાશે અને પરિસરની રજેરજની જાણકારી મેળવશે,તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.22 જાન્યુઆરી ૨૦૨૪ના રોજ અહીં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ અહીં આવતા શ્રદ્ધાળુઓની સંખ્યામાં જબ્બર વધારો થયો છે.
લગભગ એક લાખ શ્રદ્ધાળુઓ દરરોજ અહીં ભગવાન રામના દર્શન કરવા આવે છે. જેને પગલે અહીંની સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવા માટે અયોધ્યામાં એનએસજી કમાન્ડોનું હબ બનાવવાનો વિચાર કેન્દ્ર સરકાર કરી રહી છે. જેથી શ્રદ્ધાળુઓ અને મંદિરની સુરક્ષામાં કોઇપણ પ્રકારની કચાશ ન રહે એનએસજી એ દેશની એલિટ એટલે કે સર્વોચ્ચ દરજ્જાની ફોર્સ છે. મરીન કમાન્ડોઝ(માર્કોસ), પેરા રેજીમેન્ટ(પેરેશૂટ રેજીમેન્ટ), ઘાતક ટુકડી, કોબ્રા કમાન્ડોસની જેમ જ એનએસજીમાં દેશના સર્વશ્રેષ્ઠ કમાન્ડોનો સમાવેશ થાય છે.
Reporter: admin