આજના આધુનિક યુગમાં મહિલાઓ ફકત ઘર કામમાં જ નહીં પરંતુ ઘરની બહાર નીકળીને પૈસા કમાતાં પણ જાણે છે.
આજની મહિલાઓ ઘરકામથી લઈને અવકાશી યોનમાં પણ જઈ પોતાનું કૌશલ્ય બતાવે છે. મહિલાઓ પુરૂષની સાથે ખભોથી ખભો મિલાવીને કામ કરી શકે છે. આ માટે જ રાજય સરકાર હરહંમેશ મહિલાઓની સુરક્ષા,સન્માન અને મહિલા સશક્તિકરણને હમેશા પ્રોત્સાહન આપવામાં અડીખમ રહે છે. સખી મંડળ યોજના લાભાર્થી ખુશાલીબેન જણાવે છે કે, મારા પરિવાર સાથે હું દશરથ ગામમાં રહું છું. મારા લગ્ન થયા ત્યારથી હું ફકત ઘર કામ જ કરતી હતી પરંતુ ત્યારે મને વિચાર આવ્યો કે મારે કઈક કરવું છે પરંતુ સાચું પ્લેટફોર્મ મળતું ન હતું.હવે મને સખી મંડળ વિશે જાણકારી મળી અને મેં સખી મંડળની શરૂઆત કરી ત્યારબાદ અમને સખી મંડળમાં રીવોલ્વિંગ ફંડ મળ્યું હતું. આ સહાય મળતા મેં ચણિયા સીવાવાનું કામ શરૂ કર્યું. ત્યારબાદ અમે ગામમાં વીઓ બનાવ્યોને તેમાં અમને ફંડ મળ્યો હતો.તેનાથી મને વિચાર આવ્યો કે મારા ગામની કેટલીક બહેનો છે કે જે ઘરે બેસીને આવક મળવી શકે છે. તો મેં જથ્થાબંધ ટાંકા લાવીને ગામની દરેક બહેનોને ચણીયા સીવવાનું કામ આપ્યું ને દરેક બહેનો ઘરે બેઠા આવક મેળવતી થઈ રહી છે.વધુમાં તેઓ જણાવે છે કે,અમારા ગામમાં ગંગાભવાની સખી મંડળ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં લગભગ ૫૦ જેટલી બહેનો જોડાયેલી છે.
આ બહેનો પોતાની નાની નાની બચતો કરીને ઘરમાં આર્થિક રીતે મદદરૂપ બને છે. સખીમંડળોના બહેનોથી અન્ય બહેનોએ પ્રેરણા લીધી અને આજે ગામની દરેક બહેનો ગૃહિણીમાંથી રોજગારદાતા બની છે. આ બહેનો દ્વારા ૧૫ હજાર જેટલું રોવોલ્ડિંગ ફંડ ઉભું કરવામાં આવ્યું છે.સરકારની સખી મંડળ યોજના એટલે મહિલા સશક્તિકરણનું આગવું ઉદાહરણ બન્યું છે. સખીમંડળથી પોતે અને પોતાના જેવી અનેક મહિલાઓ આજે રાજ્યમાં પગભર થઇ છે પોતે જ કમાતી હોય તેનું ગૌસ્વ અનોખું હોય છે પોતે આર્થિક રીતે સધ્ધર બનવા સાથે તેઓ કુટુંબને પણ આગળ લઇ જવા તથા બાળકોને સારી કારકિર્દી આપવા માટે સક્ષમ બની છે.સરકારનો ખૂબ ખૂબ આભાર કે મારા જેવી ગૃહિણી હવે આત્મનિર્ભર બની છું.
Reporter: admin