News Portal...

Breaking News :

રૂપાલ ગામમાં નવમા નોરતે રાત્રીના બાર વાગ્યા આસપાસ વરદાયીની માતાની પલ્લી નીકળશે : શુદ્ધ ઘી ની નદી વહે છે

2024-10-11 20:32:20
રૂપાલ ગામમાં નવમા નોરતે રાત્રીના બાર વાગ્યા આસપાસ વરદાયીની માતાની પલ્લી નીકળશે : શુદ્ધ ઘી ની નદી વહે છે



ગાંધીનગર: આસો નવરાત્રીને લઈને ગુજરાતમાં વિશેષ ઉત્સાહ જોવા મળે છે. નવમા નોરતે ગાંધીનગર નજીકના રૂપાલમાં વર્ષોથી યોજાતી પરંપરા મુજબ પલ્લીના મેળાનું વિશેષ આકર્ષણ રહે છે. ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામે વરદાયિની માતાના પ્રાંગણમાં પલ્લીનો મેળો યોજાય છે, નવમા નોરતે રાત્રીના બાર વાગ્યા આસપાસ વરદાયીની માતાની પલ્લી નીકળશે જેના પર ભક્તો હજારો કિલો ઘી ચડાવશે.




નવરાત્રીના નવ દિવસ સુધી મા નવદુર્ગાના નવ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. ગુજરાતના આગવા અને ભાતીગળ તહેવારની દેશ અને દુનિયામાં ખાસ નામના છે. નોરતામાં આખા ગુજરાતમાં ગરબાની રમઝટ જામે છે પરંતુ નૌમના દિવસે ગાંધીનગરના રૂપાલ ગામે વરદાયિની માતાની પલ્લી નિકળે છે. રૂપાલ ગામે નીકળતી પલ્લી દરમિયાન રીતસરની ઘીની નદીઓ વહે છે. આજે છેલ્લા નોરતે 11 ઓકટોબરના રોજ રૂપાલમાં પલ્લીનો મેળો યોજાશે, જેમાં ભક્તોનું કીડિયારું ઉભરાશે.


...

Reporter: admin

Related Post