News Portal...

Breaking News :

કષ્ટભંજનદેવને સોના અને હીરાજડિત વાઘા પહેરાવાયા : ગુલાબ અને ગલગોટાના ફુલ વડોદરાથી મંગાવવામાં આવ્યા

2024-07-21 20:54:06
કષ્ટભંજનદેવને સોના અને હીરાજડિત વાઘા પહેરાવાયા : ગુલાબ અને ગલગોટાના ફુલ વડોદરાથી મંગાવવામાં આવ્યા


સાળંગપુર: કષ્ટભંજનદેવ તરીકે લાખો લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર એવા સાળંગપુરના હનુમાનદાદાનો વિશેષ શણગાર કરવામાં આવ્યો છે.


હનુમાન દાદાને આજે સુવર્ણ અને હીરાજડિત વાઘા પહેરાવામાં આવ્યા છે. આ સાથે જ દાદાના સિંહાસને ગુલાબ અને ગલગોટાના ફુલનો પણ શણગાર કરાયો છે. આજે દાદાનું વિશેષ પૂજન કરાયું હતું. તેમજ સવારે 05:30 કલાકે મંગળા આરતી તથા 7:00 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી.શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે દાદાને 100 કિલો ગુલાબ અને ગલગોટાના ફુલનો શણગાર કરાયો છે. આ સાથે જ દાદાને 8 કિલો સોનામાંથી બનેલાં હીરાજડિત વાઘા પણ પહેરાવ્યા છે. દાદાના સિંહાસને શણગાર કરવા માટે ગુલાબ અને ગલગોટાના ફુલ વડોદરાથી મંગાવવામાં આવ્યા છે. 


આ શણગાર કરતા 6 સંતો, પાર્ષદ અને હરિભક્તોને ચાર કલાકનો સમય લાગ્યો હતો. આજે ગુરુ પૂર્ણિમાના દિવસે શ્રીકષ્ટભંજન દેવ હનુમનાજી દાદાને 8 કિલો સોનામાંથી બનેલાં વાઘા પહેરાવાયા છે. આ વાઘાની કિંમત 9 કરોડ રૂપિયા કરતા પણ વધારે છે. વર્ષ 2019માં આ વાઘા બનાવવા માટે 22 ડિઝાઇનર્સની ટીમ મંદિરના સંતો દ્વારા અપોઈન્ટ કરવામાં આવી હતી. આ વાઘાનું મુખ્ય કામ અંજારના હિતેષભાઈ સોનીએ કર્યું છે અને કેટલુંક કામ રાજકોટ અને જયપુરમાં પણ કરાવવામાં આવ્યું હતું. આ વાઘા બનાવવા માટે ડિઝાઇનર્સ સહિત 100 જેટલા સોનીઓની મદદ લેવાઈ હતી. આ લોકોએ 1050 કલાકની મહેનત બાદ દાદાના આ વાઘા તૈયાર કર્યા હતા. આ વાઘાને સંપૂર્ણ તૈયાર થવામાં એક વર્ષનો સમય લાગ્યો હતો.

Reporter: admin

Related Post