News Portal...

Breaking News :

કાશ્મીરી ગુલાબની ખેતીએ વાઘોડિયાના પ્રભાતસિંહ પઢિયાર માટે ખોલ્યા આર્થિક સમૃદ્ધિના દ્વાર

2024-07-11 17:59:31
કાશ્મીરી ગુલાબની ખેતીએ વાઘોડિયાના પ્રભાતસિંહ પઢિયાર માટે ખોલ્યા આર્થિક સમૃદ્ધિના દ્વાર


અકડિયાપુરા ગામના પ્રભાતસિંહ છત્રસિંહ પઢિયાર દોઢ વીઘા ખેતરમાં કાશ્મીરી ગુલાબની ખેતી કરીને સારી એવી આવક મેળવી રહ્યા છે. તેઓ છેલ્લા ત્રણ વર્ષથી વર્મી કમ્પોસ્ટ-શૈલીની ખેતી કરીને વાઘોડિયા અને વડોદરામાં ગુલાબની મીઠી મહેક ફેલાવી રહ્યા છે.


વર્મી કમ્પોસ્ટ ખાતર અળસિયાની મદદથી બનાવવામાં આવે છે,તેથી તેને વર્મીકમ્પોસ્ટ કહેવામાં આવે છે.  અળસિયા માટી અને કાર્બનિક પદાર્થોને ગળી જાય છે અને તેને કાસ્ટિંગ તરીકે બહાર કાઢે છે. આ કાસ્ટિંગનો ઉપયોગ વર્મી કમ્પોસ્ટ તરીકે થાય છે. પ્રભાતસિંહ પઢિયાર તેમના ખેતરમાં વર્મીકમ્પોસ્ટનો ઉપયોગ કરે છે અને દર વર્ષે બમ્પર પાક મેળવે છે.તેઓ કહે છે કે પહેલાં હું તુવેર અને કપાસની ખેતી કરતો હતો. વર્ષ ૨૦૨૨થી  કાશ્મીરી ગુલાબની ખેતી તરફ વળ્યો છું. હું અન્ય લોકો કરતા કંઈક અલગ કરવા માંગતો હતો અને તેથી કાશ્મીરી ગુલાબની ખેતી કરવાનું નક્કી કર્યું 


કારણ કે આ વિસ્તારમાં કોઈ આવી ખેતી કરતું નહોતું.પહેલા વર્ષે ઉત્પાદન ઓછું હતું, પરંતુ પછીનું વર્ષ સારું રહ્યું અને રોજના ૭૦ હજાર જેટલા કાશ્મીરી ગુલાબનું વેચાણ થાય છે. કાશ્મીરી ગુલાબના ૧૧૦૦ જેટલા છોડ ઉછેર્યા છે.જેમાંથી દરરોજ ૨૫ કિલો ગુલાબનું ઉત્પાદન મળે છે. જે પ્રતિ કિલોગ્રામ રૂ.૪૦ના ભાવે વેચાય છે. જ્યારે સિઝનમાં આ ગુલાબ રૂ.૨૦૦ થી ૩૦૦ પ્રતિ કિલોના ભાવે વેચાય છે. નવરાત્રીથી શરૂ થતા લગ્ન અને તહેવારોની સીઝન દરમિયાન બમણી આવક મળે છે તેમ પઢિયારે ઉમેર્યું હતું. ગુલાબ એ ધાર્મિક તેમજ અન્ય તહેવારો અને કાર્યોમાં શણગારનો અભિન્ન ભાગ છે. તહેવારો અને લગ્નની સિઝનમાં સુગંધિત ફૂલની ખૂબ માંગ હોય છે. પ્રભાતસિંહ પઢિયાર જેવા ખેડૂતો ઑફ-સિઝનમાં પણ સારી એવી કમાણી કરી અન્ય ખેડૂતોને  પ્રોત્સાહન પૂરું પાડી રહ્યા છે.

Reporter: News Plus

Related Post