માનવ ભક્ષી મગર દ્વારા હુમલાનું પુનરાવર્તન ડભોઇ તાલુકાના ચાંદોદ પાસે શણોરની ઓરસંગમાં પશુપાલકને મગર ખેંચી જતાં મોત વન વિભાગ અને પોલીસને જાણ કરતા તંત્ર દોડતું થયું હતું.
ડભોઇ તાલુકાના તીર્થક્ષેત્ર ચાંદોદ નજીકના શણોર ગામે ઓરસંગ નદીમાંથી પશુપાલક આધેડને મગર ખેંચી જતા સ્થાનિકો દ્વારા સંલગ્ન વન વિભાગ અને પોલીસની જાણ કરતા તંત્ર દોડતું થયું હતું. આ મુજબના વારંવાર બનાવ બનતા રહ્યા છીએ પરંતુ વન વિભાગ નિંદામાં હોય પ્રજાએ રજૂઆતો કરેલી છતાં કોઈ ધ્યાન આપવા તૈયાર નથી તરવૈયાઓ દ્વારા પશુપાલક આધેડને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે. જોકે મોડેથી લાશ મળી આવ્યાનું જાણવા મળે છે. વન વિભાગ સામે સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો.ચાંદોદ નજીકના શણોર- ફૂલવાડી તથા ભાલોદરા ગામના કિનારા પરથી પસાર થતી ઓરસંગ નદીમાં મગર દ્વારા વારંવાર માનવજાત અને પશુઓ પર હુમલાઓ કરી આતંક મચાવ્યો છે.મંગળવારના રોજ આ નદીના પટમાંથી પશુને મગર ખેંચી ગયાની ઘટના હજુ વીસરાઈ નથી, ત્યાં બુધવારે ભાલોદરાના રહેવાસી પ્રવીણભાઈ દેવજીભાઈ તડવી પશુઓ ચરાવી હાથ પગ ધોવા નદીમાં ઉતરતા મગર દ્વારા મિનિટોમાં જ પશુપાલક આધેડ પર હુમલો કરી નદીના ઊંડા પાણીમાં ખેંચી ગયો હતો.
સ્થાનિકોએ અંગે સંલગ્ન વન વિભાગ અને પોલીસને જાણ કરતા વન વિભાગ તથા નેચર હેલ્પ ફાઉન્ડેશનની ટીમ દ્વારા આધેડને શોધવાના ચક્રો ગતિમાન કર્યા હતા. વડોદરા ફાયર ફાઈટરની ટીમ પણ ઘટના સ્થળે આવીપહોંચી હતી.ઉલ્લેખનીય છેકે ઉપરોક્ત ગામોમાંથી પસાર થતી ઓરસંગ નદીમાં વારંવાર પશુ તથા માનવજાત પર માનવ ભક્ષી મગર દ્વારા હુમલાનું પુનરાવર્તન થતું રહ્યું છે.એપ્રિલ માસ માંજ ફૂલવાડી ગામે ઓરસંગ નદીમાંથી મગરે યુવાનને ખેંચી જઈ મોતને ઘાટ ઉતાર્યો હતો.આમ વારંવાર બનતી આવી ઘટના છતાં પણ વન વિભાગ દ્વારા આવી ઘટનાના નિયંત્રણ અર્થે માનવ શિકારી મગરને ઝબ્બે કરવાનેબદલે કુંભકર્ણની નિંદ્રામાં પોઢતા હોય તંત્ર વિરુદ્ધ વિસ્તારના રહીશો આક્રોશ સાથે ફ્ટિકાર વરસાવી રહ્યા છે...
Reporter: News Plus