News Portal...

Breaking News :

ડભોઇ વિસ્તારમાં વરસાદે વિરામ લેતા ખેડૂતો ચિંતામાં મુકાયા

2024-07-11 17:45:28
ડભોઇ વિસ્તારમાં વરસાદે વિરામ લેતા ખેડૂતો ચિંતામાં મુકાયા


ડભોઇ તાલુકામાં મહદ અંશે ખેડૂતો કરે છે ડાંગર ની ખેતી ચોમાસાના પ્રારંભે ખેતીલાયક વરસાદ થતાં તાલુકાના 22 જેટલા ગામો અને 10 જેટલી વસાહતોના ખેડૂતોએ ખેતરમાં રોપ્યા છે


ડાંગરના દરૂપરંતુ છેલ્લા અઠવાડિયાથી વરસાદે હાથ તાળી આપતા સમયસર વરસાદ ન થાય તો ડાંગરના દરૂ સુકાઈ જવાની ખેડૂતોને ભીતિ વઢવાણા એરિયામાં વધુ પડતો ડાંગર નો પાક કપાસ તુવેર પાકોમાં પણ પાણીની હાલ જરૂરિયાત છે. હાલ દરેક વસ્તુનું બિયારણ નાખી દેવામાં આવ્યું છે વઢવાણા સિંચાઈ તળાવમાં પણ માત્ર 10% જ પાણી હોય સિંચાઈ માટે પાણી મળે તેમ ન હોય ખેડૂતોની ચિંતા વધી હજુ પણ વરસાદ બે-ત્રણ દિવસ ના વરસે તો ખેડૂતોને મોટી નુકસાની વેઢવાનો વારો આવે ત્યારે સિંચાઈ વિભાગ દ્વારા વઢવાણા તળાવ ને સરદાર સરોવરના પાણી ભરવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે.


જ્યારે પણ વરસાદ ખેંચાય છે ત્યારે સિંચાઈ વિભાગ વઢવાણા તળાવ ભરી ખેડૂતોને પહોંચાડે છે ખેતી માટે પાણી ચાલુ સાલે પણ સિંચાઈ વિભાગ સહિત સ્થાનિક ધારાસભ્ય શૈલેષ મહેતા ખેડુતોની વ્હારે આવી વઢવાણા તળાવ ભરવાનું આયોજન કરે તેવો ખેડૂતોનો સૂર ડભોઇ માં ચાલુ સીઝનનો કુલ 6 ઇંચ અને 10 એમ.એમ જ વરસાદ નોંધાયો છે

Reporter: News Plus

Related Post