વિદ્યાર્થીઓમાં નેતૃત્વના કૌશલ્યનો વિકાસ થાય, તેઓ લોકશાહીનું મહત્ત્વ સમજે તથા સમગ્ર ચુંટણી પ્રક્રિયા સમજે અને ત્યારબાદ શાળા સંચાલનમાં પોતાનો સક્રિય ફાળો આપી શાળા વ્યવસ્થા જળવાઈ તે માટે આજ રોજ શાળામા બાળ સંસદનું આયોજન શાળાના આચાર્ય તથા શાળાના શિક્ષિકા સંગીતા પટેલના માર્ગદર્શનમાં કરવામા આવ્યું.
તથા મનીષા મેડમ તથા નીલમ મેડમ દ્વારા EVM થી કઈ રીતે મત આપી શકાય તે સમજાવવામાં આવ્યું.આ ચુંટણી પ્રક્રિયામાં ધોરણ ૫ થી ૮ ની વિદ્યાર્થીનીઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને સફળ બનાવી આ ચુંટણીમાં ૪ વિદ્યાર્થીનીઓએ હેડ ગર્લ તરીકે ઉમેદવારી નોંધાવી હતી.
Reporter: News Plus