આહાર ટ્રસ્ટ ,દેવગઢ બારિયા તરફથી, આહારની અનાથ લાભાર્થી કુમારી ગંગા નાયક ને આજે તારીખ ૬-૫-૨૪ ના રોજ તેણીના ભથવાડા મુકામે યોજાયેલ શુભ લગ્ન પ્રસંગે તેણીને નવા પાંચ જોડી કપડાં ,કન્યાનો શ્રુંગારનો તમામ સામાન, રસોડાના તમામ વાસણો,તિજોરી, સોફાસેટ ,ડબલ બેડ નો પેટી પલંગ,,ગાદલા, ઓશિકા,ચાંદીના ઝાંઝર,મીઠાઈ નું પેકેટ અને રૂપિયા ૨૧૦૦/- રોકડા સાથે ઢેર સારી શુભેચ્છાઓ આપી તેણીના નવા જીવનમાં થોડી ખુશીઓ આપવનો પ્રયત્ન કર્યો.. ગંગા ની કથની એવી છે કે દેવગઢ બારિયાના નાયકવાડા માં ખુલ્લા મેદાનમાં ૬ ફૂટ લાંબુ ૬ ફૂટ પહોળું તથા જેમાં અડધા ઉગડા વળીને પ્રવેશ કરી શકાય તેવા ચાર ફૂટ ઊંચા અને પાતળી લાકડીઓથી બનાવેલ આરપાર જોઈ શકાય તેવા પારદર્શક ઝૂપડામાં ગંગા તેણીના માતા પિતા સાથે રહેતી હતી.ખૂબ જ નાની ઉમરમાં ગંગા ની માતા ગુજરી જતા,પિતા દારૂના રવાડે ચડી ગયા..તેટલામાં આહાર યોજના ચાલુ થતાં ગંગાને મફત ટિફિન તેમજ આહારના બીજા લાભ મળવા લાગ્યા.પણ થોડા સમયમાં અતિશય દારૂ ની લત ને કારણે તેના પિતા પણ ગુજરી ગયા..
વળી ચોમાસામાં વરસાદમાં તેનું નાનું ઝૂંપડું પણ પડી ગયું..આજુ બાજુના ઝૂપડામાં સૂઈ આહારનું ભોજન કરી ગંગા પોતાના દિવસો વિતાવવા લાગી.એક ઝૂપડા વાળા કુટુંબે ઘર કામ કરવા સાથે ગંગાને પોતાને ત્યાં આશરો આપ્યો.આહાર તરફથી ગંગાને તથા ગંગા ને આશરો આપનાર કુટુંબને પણ છેલ્લા ૧૨ વરસથી મફત ટિફિન તેમજ બીજા લાભ ગંગાને સાચવવાં ને કારણે અપાતા હતા. જોત જોતાંમાં ગંગા વીસ વરસની થઇ..ગંગા ના લગ્ન આજે અસાયાડી પાસેના ભાથવારા ગામે થયા.પણ ગંગાનું કોઈ સગુ નહિ હોવાને કારણે તેમજ ગંગાને સાચવનાર કુટુંબ ને કોઈ કારણ થી નાત બહાર કરેલ હોઈ,ગંગાનું લગ્ન કોઈ કરાવી શકે તેમ ન હોઈ લગન ના દશ દિવસ પહેલા જ તેણીને સાસરીમાં ખાલી હાથે વળાવી દીધી હતી...
સવાલ ગંગા ના લગ્ન નો નથી,પણ માં - બાપ વગરની અનાથ છોકરીને કોઈપણ સગાવહાલા વગર કે કંઇપણ વસ્તુ વગર અનાથ ગંગાના અનાથ લગ્ન જેવું બિલકુલ ખાલી હાથે સાસરીમાં જવું પડે,તે કંપારી છૂટી જાય તેવું હતું..આજે અનાથ ગંગા ના નાથ બનીને આહાર સંસ્થા એ સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ બેસાડ્યું છે..
Reporter: News Plus