૭ મે ૨૦૨૪ ને મંગળવારના રોજ જ્યારે લોકસભાની ચૂંટણી હોય ત્યારે વધુમાં વધુ મતદાન થાય અને મતદાન ની ટકાવારીમાં વધારો થાય એ હેતુંથી વૃદ્ધો અને દિવ્યાંગ (શારીરિક રીતે વિકલાંગ) હોય એવા વડોદરાના નગરજનો માટે એમના ઘરે થી મતદાન મથક સુધી લેવા અને મૂકવા (આવવાં અને જવાની) ની ફ્રી માં વ્યવસ્થા યુવા સામાજિક કાર્યકર શૈલેષ રજનીકાંત મહીસુરી દ્વારા કરવામાં આવી છે. જે વૃદ્ધોને આ ફ્રી સેવાનો લાભ લેવો હોય એ તમામ નગરજનો મારો સંપર્ક કરે અને મને તમારું નામ, સરનામું તથા મોબાઈલ નંબર મારા વોટ્સઅપ નંબર પર મેસેજ કરી ને લખાવી લેવાં અપીલ કરી છે.
નોંધ :- આ સેવા ફક્ત સિનિયર સિટીઝન (વૃદ્ધો) અને દિવ્યાંગ (શારીરિક રીતે વિકલાંગ) લોકો માટે જ છે. જેની આપ સૌ એ નોંધ લેવી...
ઉનાળો ચાર મહિનાનો હોય છે. એમાંથી એક દિવસ લોકશાહીના મહાપર્વ ની ઉજવણીના ભાગરૂપે ગરમી સહન કરી લેજો પણ મતદાન કરવા અવશ્ય જજો...
Reporter: News Plus