નવીદિલ્હી :જ્યારે લોકો કોર્ટોને ન્યાયનું મંદિર માનવા લાગે છે ત્યારે એક ખતરો એ રહે છે કે જજો પોતાને ભગવાન માનવા લાગે છે. તેવી ટિપ્પણી દેશના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડે કરી છે.
જજોની સરખામણી ભગવાન સાથે ના કરવી જોઇએ. જજોનું કામ લોકોની સેવા કરવાનું છે.તેવો તેમણે ઉલ્લેખ કર્યો હતો.જ્યારે તમે ખુદને એવી વ્યક્તિના રૂપમાં જોવો છો કે જેનું કામ લોકોની સેવા કરવાનું છે ત્યારે તમારી અંદર પણ બીજા પ્રત્યે સંવેદના અને પૂર્વાગ્રહ મુક્ત ન્યાય કરવાનો ભાવ પેદા થશે.
દેશના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડે કહ્યું હતું કે કોર્ટોને ન્યાયનું મંદિર ના ગણવી જોઇએ, કેમ કે જો એમ કરવામાં આવશે તો જજો પોતાને ભગવાન માનવા લાગશે. જજોની સરખામણી ભગવાન સાથે કરવી ખતરનાક છે કેમ કે જજોની જવાબદારી આમ નાગરિકોના હિતોમાં કામ કરવાની છે. કોલકાતામાં નેશનલ જ્યૂડિશિયલ એકેડમીના સંમ્મેલનને સંબોધન દરમિયાન મુખ્ય ન્યાયાધીશે આ ટિપ્પણી કરી હતી.
Reporter: News Plus