ચોમાસા પહેલા જર્જરિત આવાસોને લઈને તંત્ર એકશનમાં...
માજલપુર વિસ્તારમાં આવેલ મારુતિ ધામ અને પાર્થ ભૂમિ ટેનામેન્ટમાં તંત્ર દ્વારા કાર્યવાહીથી સ્થાનિકો માં રોષ
વડોદરા મહાનગરપાલિકા દ્વારા માંજલપુર વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ અને એમજીવીસીએલ સંયુક્ત કામગીરી અંતર્ગત જર્જરીત આવાસોના વીજ જોડાણ કાપી નાખતા સ્થાનિકોનો તંત્ર સામે રોષ થાળવ્યો હતો.અંદાજે 25 થી વધુ મકાનોને શનિવારના દિવસમાં સીલ કર્યા હોવાની જાણકારી મળી છે.
મહાનગરપાલિકા દ્વારા ચોમાસાને પગલે જર્જરીત આવાસો સામે કાર્યવાહી કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જોકે તંત્ર દ્વારા આ કામગીરી ચોમાસા પહેલા કરવાની હોય છે. જેથી ચોમાસા દરમિયાન નાગરિક ઘરથી બેગર થાય નહીં. જોકે તંત્રની બેદરકારીના કારણે અત્યારે હાલ નાગરિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. મહાનગરપાલિકા ગુજરાત હાઉસિંગ બોર્ડ અને એમજીવીસીએલની સંયુક્ત કામગીરી થી કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ મારુતિ ધામ અને પાર્થ ભૂમિ ટેનામેન્ટમાં તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવતા સ્થાનિકો માં રોષ જોવા મળ્યો હતો. કોઈ અનિચ્છનીય બનાવના બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ટીમ પહોંચી હતી. તંત્ર દ્વારા જર્જરિત મકાનોને રીનોવેશન કરવાની સૂચના આપવામાં આવી હતી. જે મકાન માલિકો દ્વારા રીનોવેશન નહીં કરાવતા તેમના મકાનો ને સીલ મારવાની કામગીરી કરવામાં આવી હતી. જર્જરિત મકાનો ના વીજ જોડાણ કાપવામાં આવ્યા હતા. તંત્ર ના વિવિધ વિભાગોને સંયુક્ત કામગીરીથી રહીશોમાં ફફડાટ જોવા મળ્યો હતો. સ્થાનિકોએ ફરી વધુ મુદત માંગી હતી.મારુતિ ધામમાં 15 થી વધુ મકાનો સીલ અને વીજ જોડાણ કાપવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા ત્યારબાદ પાર્થ ભૂમિ ટેનામેન્ટમાં કાર્યવાહી કરવામાં આવી હતી.અંદાજે 25 થી વધુ મકાનોને શનિવાર ના રોજ સીલ કર્યા હોવાની માહિતી મળી છે. તંત્રની આ કામગીરી લઈને નાગરિકોમાં રોજ જોવા મળ્યો હતો.
Reporter: News Plus