આનંદ આશ્રમની સિનિયર સિટીઝન સ્પિરિચ્યુઅલ સેવા અંતર્ગત વડોદરા વિભિન્ન વૃદ્ધાશ્રમ તથા વૃદ્ધોના ઘરે સેવા અર્પણ કરવામાં આવે છે.
જેમાં ભજન કીર્તન નો પ્રોગ્રામ, પરસ્પર જીવનલક્ષી સત્ર પર વાત, ત્યોહાર અનુસાર ઉજવણી અને રમતગમતનો પ્રોગ્રામ યોજીને વડીલોને એકલવાયું જીવન થી કંઈક અલગ ખુશીનો આનંદ પ્રાપ્ત થાય. તાજેતરમાં આનંદ આશ્રમ દ્વારા કાળજી કેર સેન્ટર,અકોટામાં જન્માષ્ટમીની ઉજવણી કરી જેમાં ત્યાં રહેતા વડીલોને કૃષ્ણ ભજનો તથા કૃષ્ણના ફિલ્મી ભજન દ્વારા તેમનું મનોરંજન કરવામાં આવ્યું.
આ કૃષ્ણના ગીતો સાંભળી ત્યાંના વડીલો કૃષ્ણમય થઇ ગયા અને ખૂબ આનંદ મેળવ્યો. તાળીઓ પાડીને રાધે કૃષ્ણ રાધે કૃષ્ણના ઉચ્ચારો કર્યાંઆ સેવા કાર્યમાં આનંદ આશ્રમ સિનિયર સેવિકા માજી રાયજાદા,અનિતા શિવાની, શૈલજા, લક્ષ્મી રવિ તથા અન્ય સ્વયં સેવકો દ્વારા સેવા આપવામાં આવી.
Reporter: admin