બૉલીવુડ અભિનેત્રી જાહ્નવી કપૂર અને શિખર પહાડિયાનું રિલેશન ટૉક-ઑફ-ધ-ટાઉન છે.
બન્ને અનેક વખત સાથે ફરવા જાય છે. તેઓ સાથે તિરુપતિ પણ ગયાં હતાં. જાહ્નવીના ગળામાં શિખરના નામનું પેન્ડન્ટ પણ છે. શિખરને લઈને તે ખૂબ પઝેસિવ છે. થોડા સમય અગાઉ જાહ્નવીના ડૅડી બોની કપૂરે પણ તે બન્નેના રિલેશન પર મહોર લગાવી હતી
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સુશીલ કુમાર શિંદેનો દોહિત્ર છે શિખર પહાડિયા. જાહ્નવીને પૂછવામાં આવ્યું હતું કે શું ગર્લફ્રેન્ડને તેના બૉયફ્રેન્ડનો ફોન ચેક કરવાની મંજૂરી હોવી જોઈએ? એનો જવાબ આપતાં જાહ્નવી કહે છે, ‘આ એક રેડ ફ્લૅગ છે, પરંતુ હું તો તેનો ફોન ચેક કરું છું.’ જોકે જાહ્નવી પોતાનો ફોન બૉયફ્રેન્ડ શિખરને ચેક નથી કરવા દેતી. એનું કારણ પૂછતાં મજાકમાં જાહ્નવી કહે છે, એમ જ; શું મારા પર વિશ્વાસ નથી?
Reporter: News Plus