દિલ્હી : જમૈકાના વડાપ્રધાનને ભારતની મુલાકાત દરમિયાન કડવો અનુભવ થયો છે. આજે તેઓ રાજધાની દિલ્હીમાં હતા, ત્યારે તેમની સુરક્ષામાં ચુક થઈ છે.
વડાપ્રધાન એન્ડ્ર્યૂ હોલસેન સંસદમાં જઈ રહ્યા હતા, ત્યારે સિક્યોરિટી એજન્સીઓ મૂંઝવણમાં મુકાઈ હતી, આ કારણે તેમના કાફલાએ સંસદ બહાર વિજય ચૌકના બે આંટા મારવા પડ્યા છે.ભારતના પ્રવાસે આવેલા જમૈકાના વડાપ્રધાને પહેલી ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ બંને નેતાઓની હૈદરાબાદ હાઉસમાં બેઠક યોજાઈ હતી, જેમાં દ્વિપક્ષીય વાર્તાઓ સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા થઈ હતી. હોલસેન ભારતની મુલાકાત લેનારા પ્રથમ વડાપ્રધાન છે.
આજે તેમના ભારત પ્રવાસનો છેલ્લો દિવસ છે.બ્રિટિશ સામ્રાજયમાંથી 1962માં સ્વતંત્ર થયેલા આ ટાપુ રાષ્ટ્રના કોઈ પણ ટોચના નેતાની આ ભારતની પહેલી મુલાકાત છે. તેઓ અને તેઓની સાથેનું પ્રતિનિધિ મંડળ વિદેશ મંત્રાલયે હાઈ કમિશ્નર દ્વારા આપેલા આમંત્રણને પગલે ભારત આવ્યું છે. જમૈકાના વડાપ્રધાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ તથા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે પણ મુલાકાત કરી હતી.
Reporter: admin