News Portal...

Breaking News :

સુપ્રીમકોર્ટે જેલમાં જાતિ આધારિત ભેદભાવની ચાલતી પ્રથાનો અંત આણ્યો

2024-10-03 15:56:09
સુપ્રીમકોર્ટે જેલમાં જાતિ આધારિત ભેદભાવની ચાલતી પ્રથાનો અંત આણ્યો


દિલ્હી : સુપ્રીમ કોર્ટે આજે જેલમાં જાતિ આધારિત ભેદભાવની લાંબા સમયથી ચાલતી પ્રથાનો અંત આણ્યો છે. 


કોર્ટે જેલ મેન્યુઅલમાં રહેલા જાતિ આધારિત ભેદભાવને ગેરબંધારણીય ગણાવતા તાત્કાલિક તેમા સુધારા કરવાનો નિર્દેશ આપ્યો છે. મુખ્ય ન્યાયાધીશ ધનંજય વાય ચંદ્રચુડની અધ્યક્ષતામાં સંભળાવવામાં આવેલ આ ચુકાદો ખાસ કરીને અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) અને ડિનોટિફાઈડ જનજાતિઓ વિરુદ્ધ જેલમાં થતાં ભેદભાવ પર કેન્દ્રિત હતો. કોર્ટે કેન્દ્ર અને તમામ રાજ્યોને નિર્દેશ આપ્યો છે કે કોઈપણ કેદીને જાતિના આધારે કામ અથવા રહેવાની વ્યવસ્થામાં ભેદભાવનો સામનો ન કરવો પડવો જોઈએ. સુપ્રીમ કોર્ટે જેલ મેન્યુઅલના એ નિયમનો પણ ઉલ્લેખ કર્યો જેમાં નીચલી જાતિના લોકોને સફાઈ કામ કરાવવામાં આવે છે અને ઉચ્ચ જાતિના લોકોને રસોડામાં કામ કરાવવામાં આવે છે. 


CJIની ખંડપીઠે રાજ્યોને ચેતવણી આપી છે કે જો જેલમાં કોઈપણ પ્રકારનો જાતિ આધારિત ભેદભાવ જોવા મળશે તો તેના માટે તમને જ જવાબદાર ઠેરવવામાં આવશે.કેદીઓ સાથે માનવીય વ્યવહાર કરવો જોઈએ: CJIજસ્ટિસ ચંદ્રચુડે કહ્યું કે, જાતિ આધારિત ભેદભાવ ભલે પ્રત્યક્ષ હોય કે પરોક્ષ પરંતુ તે ગુલામી કાળના શાસનનો વારસો છે. બંધારણ પ્રમાણે કેદીઓ સાથે માનવીય વ્યવહાર કરવો જોઈએ અને તેમની માનસિક અને શારીરિક કલ્યાણનું ધ્યાન રાખવું જોઈએ.' આ કેસમાં જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રા પણ સામેલ હતા. ખંડપીઠે એ તમામ રાજ્યોને નિર્દેશ આપ્યો જ્યાં આવો ભેદભાવ ચાલી રહ્યો છે. ખંડપીઠે કહ્યું કે તમે તાત્કાલિક પોતાના જેલના નિયમોમાં ફેરફાર કરો અને ત્રણ મહિનામાં અનુપાલન રિપોર્ટ દાખલ કરો.

Reporter: admin

Related Post