શહેરના પૂર્વ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા બાદની સ્થિતિનો ક્યાસ લેવા માટે પહોંચ્યા હતા મેયર.
શહેરમાં વરસેલા વરસાદ બાદ પણ પૂર્વ વિસ્તારમાં પાણી ઓસર્યા નહતા જેને પગલે પાલિકાના મેયરે વૈકુંઠ સોસાયટીમાં પહોંચીને સ્થાનિકોને મળી તેમની રજુઆત સાંભળી હતી. બુધવારે વડોદરામાં ખાબકેલા વરસાદને પગલે પૂર્વ વિસ્તારની અનેક સોસાયટીઓ પાણીમાં ગળાડૂબ થઈ હતી. ત્રણ ત્રણ દિવસ સુધીના વિસ્તારની અંદર પાણી ભરાયા બાદ રહીશોને પારાવાર હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો ઉલ્લેખનીય છે કે વહીવટી તંત્રના કોઈપણ અધિકારી કે પાલિકાના પદાધિકારીઓ દ્વારા આ વિસ્તારની અંદર કાર્યવાહી ન કરવાને કારણે સ્થાનિક રહીશોનો રોગ સાતમાં આત્માને પહોંચ્યો હતો
આ તમામ બાબતો વચ્ચે પાલિકાના મેયર વૈકુંઠ સોસાયટી ખાતે પહોંચ્યા હતા અને સ્થિતિની તપાસ હાથ ધરી હતી સ્થાનિક લોકોએ મેયરને મળવાનો આગ્રહ રાખતા મેયર અહીંયા પહોંચ્યા હતા. વૈકુંઠ સોસાયટીમાં પાણી ભરાયેલા હોવાને કારણે મેયરે પહેરેલા ચપ્પલ આ પાણીમાં તણાઈ ગયા હતા અને સમગ્ર વિસ્તારમાં મેયરને ખુલ્લા પગે ચાલવાનો વારો આવ્યો હતો એક તબક્કે સ્થાનિક રહીસોના રોષનો ભોગ પણ મેયરને બનવું પડ્યું હતું. ગુટન સુધીના પાણીમાં ખુલ્લા પગે વૈકુંઠ સોસાયટીના વિસ્તારની અંદર ફર્યા બાદ મેયરને સાચી પરિસ્થિતિનો તકાજો આવ્યો હોય એમ લાગ્યું ત્રણ ત્રણ દિવસ સુધી આ વિસ્તારની જનતા જે રીતે પરેશાન થઈ તે જોતા કદાચ કુદરતે પણ એવું નક્કી કર્યું હશે કે મેયર પગમાં ચપ્પલ પહેરે તે યોગ્ય નથી અને તેટલા જ માટે ચપ્પલનું તૂટી જવું અને પાણીમાં વહી જવું એ એક જોગાનું જોગ બનેલો પ્રસંગ કહી શકાય..
Reporter: admin