News Portal...

Breaking News :

કારગિલ વિજય દિવસ નિમિત્તે શહેરમાં નિવૃત સૈન્ય અધિકારીઓના સંગઠનના નેજા હેઠળ રેલીનું આયોજન

2024-07-28 12:37:04
કારગિલ વિજય દિવસ નિમિત્તે શહેરમાં નિવૃત સૈન્ય અધિકારીઓના સંગઠનના નેજા હેઠળ રેલીનું આયોજન


કારગીલ વિજય દિવસ નિમિત્તે વડોદરા શહેર ગાંધીનગર ગૃહ ખાતે કારગીલમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી સાથે રેલી કાઢવામાં આવી હતી


ભારતમાં દર વર્ષે 26 જુલાઈએ કારગિલ વિજય દિવસ ઉજવવામાં આવે છે.ભારતની જીતની યાદમાં કરવામાં આવે છે. યુદ્ધ દરમિયાન ભારતીય સેનાએ ઓપરેશન વિજય હેઠળ પાકિસ્તાની ઘૂસણખોરોને ખદેડી મૂક્યા હતા.ભારતીય સેનાએ ટાઇગર હિલ અને અન્ય ચોકીઓ કબજે કરવામાં સફળતા મેળવી હતી. લદ્દાખના કારગિલમાં સશસ્ત્ર સંઘર્ષ 60 દિવસથી વધુ સમય સુધી ચાલુ રહ્યો હતો. દર વર્ષે આ દિવસે આપણે પાકિસ્તાન દ્વારા શરૂ કરવામાં આવેલા યુદ્ધમાં શહીદ થયેલા ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. ભારતીય સશસ્ત્ર દળોના યોગદાન બદલ દેશભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. 


શહેરમાં આવેલ ગાંધીનગર ગૃહ ખાતે આજે શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી સાથે રેલી યોજવામાં આવી હતી જેમાં વડોદરા શહેર રહેતા રિટાયર સૈનિક એન.સી.સીના કેડેટ, સહિત બાળકો જોડાયા હતા આ રેલી ગાંધીનગર ગૃહ ખાતે નીકળી હતી આ સંસ્થા એક નિવૃત સૈનિકોનું રાષ્ટ્રીય સંગઠન છે. દર વર્ષે 26 જુલાઈના રોજ કારગીલ વિજય દિવસની ઉજવણી સંગઠન દ્વારા કરવામાં આવે છે. કારગીલના યુદ્ધમાં આપણી એક મોટી જીત થઈ હતી. પરંતુ બીજી બાજુ આ લડાઈમાં ખુબ મોટી સંખ્યામાં આપણા વીર જવાનો શહીદ થયા હતાં. તેમની યાદમાં સંગઠન દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જ્યારે ચાલુ વર્ષે 28 જુલાઈના રોજ સવારે 10 કલાકે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને રેલી યોજવામાં આવી હતી.

Reporter: admin

Related Post