News Portal...

Breaking News :

વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં રાજ્ય સરકાર દ્વારા સરસ્વતી સહાય યોજના અંતર્ગત વિતરણ માટે આપવામાં આવેલ 900 સાયકલો ધૂળ ખાતી જોવા મળી.

2024-07-28 12:16:18
વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં રાજ્ય સરકાર દ્વારા સરસ્વતી સહાય યોજના અંતર્ગત વિતરણ માટે આપવામાં આવેલ 900 સાયકલો ધૂળ ખાતી જોવા મળી.


વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં ધોરણ નવ થી બાર માં ભણતી વિદ્યાર્થિનીઓને રાજ્યસરકાર દ્વારા નિઃશુલ્ક વિતરણ કરવામાં આવતી ૯૦૦ જેટલી સાયકલો ધૂળ ખાતી હાલતમાં મળી આવી. 


જેના કારણે તાલુકામાં અધિકારીઓની આપખુદ શાહીનો દાખલો જોવા મળ્યો. જેથી આ અંગે ગોઠડા જિલ્લા પંચાયતના સદસ્યએ જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી.સાવલીની એક ખાનગી જગ્યામાં ૨૦૨૩ના પ્રવેશોત્સવમાં કન્યાઓને વિતરણ કરવાની સાયકલો ધૂળ ખાતી હાલતમાં મળી આવી.એક તરફ તો રાજ્ય સરકાર દ્વારા સરસ્વતી સહાય યોજના અંતર્ગત ધોરણ નવ થી બાર માં ભણતી વિદ્યાર્થીનીઓને પ્રવેશોત્સવ સમયે સાયકલ વિતરણ કરવાની સરકારની યોજના છે. 


પરંતુ છેલ્લા બે વર્ષ થી આ યોજના હેઠળ સમગ્ર સાવલી તાલુકાની ધોરણ નવમાં અભ્યાસ કરતી કન્યાઓને સાયકલ વિતરણ કરવામાં આવી નથી.જેથી સાવલીમાં અધિકારીઓની મનમાની અને જોહુકમીનો વરવો કિસ્સો જોવા મળ્યો છે. ધૂળ ખાતી ૯૦૦ જેટલી સાયકલો પર ગુજરાત સરકાર અને પ્રવેશોત્સવ ૨૦૨૩નું લખાણ જોવા મળ્યું. ત્યારે હવે આ મામલે સરકારના પરિપત્ર અને આદેશ ને ધોળી ને પી જનારા જવાબદારો સામે ગોઠડા જિલ્લા પંચાયતના સદસ્ય ડૉ પ્યારે સાહેબ રાઠોડે યોગ્ય કાર્યવાહી અને જિલ્લા કલેકટરને લેખિતમાં રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારી છે.

Reporter: admin

Related Post