સ્વચ્છ વડોદરા સુંદર વડોદરાની વાતો કરતા અધિકારીઓએ માંજલપુર મામલતદાર કચેરીની મુલાકાત લેવી જોઈએ.સમગ્ર કચેરીમાં ગંદકી અને તૂટેલી ટાઇલ્સોને લઇ મુલાકાતીઓ ઠોકર ખાઈ રહ્યા છે.પહેલા માળે મૂકવામાં આવેલ પાણીનું કુલર પણ શોભાના ગાંઠિયા સમાન છે.સરકારના નિયમ મુજબ સીસીટીવી પણ લગાવવામાં આવ્યા નથી.
સમગ્ર મામલે મામલતદાર ફાલ્ગુનીબેન સોનીએ નિવેદન કર્યું છે કે,અમે r & b ડિપાર્ટમેન્ટમાં બે થી ત્રણ પત્ર વ્યવહાર કર્યો છે.ફાયર સેફ્ટીની અને સ્વચ્છતાની વાતો કરતા સત્તાધીશો અને શાસકો એ એક વખત માંજલપુર મામલતદાર કચેરીની મુલાકાત લેવા જેવી છે જ્યાં દીવા તળે અંધારા જેવો ઘાટ જોવા મળી રહ્યો છે અહીં સ્વચ્છતાના નામે મીંડું તદુપરાંત ફાયર સેફટી પણ માત્ર શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહી છે.રાજકોટની દુર્ઘટના બાદ સમગ્ર રાજ્યમાં ફાયર સેફટીની ચકાસણી અને જો પૂરતા પ્રમાણમાં ફાયર સેફ્ટી ના હોય તેવા મોલ શોપિંગ સેન્ટર દુકાનો ઓફિસો સ્કૂલોને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.જેને પગલે વેપારીઓમાં અને ઇન્ડસ્ટ્રીઝમાં ફફડાટ જોવા મળ્યો હતો પરંતુ હાલમાં છેલ્લા ઘણા વર્ષથી વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ દક્ષિણ ઝોન મામલતદાર કચેરીમાં ફાયર સેફટીમાં અને સ્વચ્છતામાં લોલ જોવા મળી રહી છે
માંજલપુર મામલતદાર કચેરીમાં ત્રણ માળની બિલ્ડીંગ છે પરંતુ ત્રણે માળ પર જે ફાયર સેફટીના સાધનો લગાવવામાં આવ્યા છે તે તમામ શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહ્યા છે છેલ્લા ઘણા વર્ષથી બોટલો પણ રિફિલિંગ નહીં કર્યા હોવાથી તેમાં પ્રેશર પણ જોવા મળતું નથી આ ઉપરાંત સ્વચ્છતાની વાતો કરતા સત્તાધીશો અહીં પ્રતિદિન 1000 થી વધુ અરજદારો કચેરીની મુલાકાતે આવતા હોવા છતાં યોગ્ય સફાઈ નહીં થયું હોવાથી લોકોમાં ચર્ચાનો કેન્દ્ર બન્યું છે આટલું ઓછું હોય તેમ અહીં ફ્લોર પરની ટાઇલ્સો પણ તૂટી ગયેલી અવસ્થામાં છે અને સમગ્ર કચેરીમાં ક્યાંય પણ સરકારની ગાઈડ લાઈન મુજબ સીસીટીવી કેમેરા પણ લગાવવામાં નહીં આવતા અરજદારોપણ અચરજમાં મુકાયા છે ત્યારે કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલું તંત્ર કોઈ અઘટીત ઘટના સર્જાય તે પહેલા જાગૃત અવસ્થામાં આવે તેવી સામાજિક કાર્યકર વિજય બૂમબડિયાએ માંગ કરી છે.
Reporter: admin