વડોદરા : મહાનગર સેવાસદનમાં શહેરના વિવિધ પ્રશ્નોને લઇને ગુરુવારે ત્રણ સભાને લઈ એક સભા મળી હતી.
વડોદરા મહાનગર સેવાસદનમાં શહેરના વિવિધ પ્રશ્નોને લઇને પ્રતિમાસ સામાન્ય સભા મળતી હોય છે. પરંતુ, છેલ્લા ચાર માસ દરમિયાન રાજકીય અગ્રણીઓના અવસાનના કારણે સભા મુલતવી રહેતી હતી. જોકે છેલ્લા એક સપ્તાહ દરમિયાન કોઇ રાજકીય અગ્રણીનું અવસાન ન થતાં આજે સભા મળી હતી. લાંબા સમય બાદ ત્રણ સભાને લઈ ને એક સામાન્ય સભામાં શહેરના પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નોને લઇને વિવિધ કાઉન્સિલર દ્વારા પ્રશ્નો કરવામાં આવ્યા હતા.
લાંબા સમય બાદ મળેલી સામાન્ય સભામાં પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નોને લઇને કેટલાક કાઉન્સિલરો દ્વારા ઉગ્ર સ્વરૂપ ધારણ કરવામાં આવ્યું હતું અને બીજી બાજુ વિપક્ષ કોંગ્રેસના કાઉન્સિલરો દ્વારા પણ વહીવટી અને સત્તા પક્ષને પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નોને લઇને ભીંસમાં લીધા હતા જેમાં આજે વિવિધ પ્રકારના મુદ્દે સભાસદો ના વિસ્તાર ની સમસ્યાઓ જેમકે પાણી, ભુવા, સફાઈ, કૃત્રિમ તળાવ રોડ, રસ્તા અને અન્ય મુદ્દાઓ પર સમસ્યાઓ નું નિરાકરણ આવે તેવી રજુઆત કરી હતી.
Reporter: