કોલકાતાઃ પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ દેશમાં મહિલાઓ સામેની હિંસા અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે.
આ પત્ર દ્વારા તેમણે બળાત્કાર વિરુદ્ધ કડક કાયદો બનાવવાની માંગ કરી છે. પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીના મુખ્ય સલાહકાર અલાપન બંદ્યોપાધ્યાયે આ અંગે માહિતી આપી હતી.સીએમ મમતા બેનર્જીએ પોતાના પત્રમાં લખ્યું છે કે દેશભરમાં બળાત્કારના કેસ સતત વધી રહ્યા છે અને ઘણા કેસોમાં બળાત્કારની સાથે હત્યા પણ કરવામાં આવે છે.
ભયાનક છે કે સમગ્ર દેશમાં દરરોજ લગભગ ૯૦ બળાત્કારના કેસ થાય છે.આ કિસ્સાઓ સમાજ અને રાષ્ટ્રના આત્મવિશ્વાસ અને વિવેકને હચમચાવી નાખે છે, આનો અંત લાવવાની આપણી ફરજ છે જેથી મહિલાઓ સુરક્ષિતતા અનુભવે. તેમણે પત્રમાં ત્રણ માંગણીઓ કરી છે.પહેલી માંગ આવા જઘન્ય અને ક્રૂર ગુનાઓને રોકવા માટે કડક કાયદાની જરૂર છે. બીજી માંગ- ફાસ્ટ ટ્રેક કોર્ટે જલ્દી સુનાવણી હાથ ધરવી જોઈએ. આ ઉપરાંત, ત્રીજી માંગ- ૧૫ દિવસમાં ટ્રાયલ પૂર્ણ થવી જોઈએ.
Reporter: admin