જમશેદપુર : રાંચીમાં મુખ્યમંત્રી હેમંત સોરેનના પર્સનલ સચિવ સુનીલ શ્રીવાસ્તવ તથા તેમની સાથે જોડાયેલા ઠેકાણાઓ પર શનિવારે ઇન્કમ ટેક્સ વિભાગે રેડ પાડવાનું શરૂ કર્યું છે.
આ રેડ રાંચીમાં સાત તથા જમશેદપુરમાં નવ ઠેકાણે ચાલી રહી હોવાની માહિતી મળી છે. આ રેડને ચૂંટણી સાથે સાંકળીને જોવામાં આવે છે. ઇન્કમ ટેક્સ વિભાગને સૂચના છે કે હવાલાના માધ્યમથી રૂપિયાની લેણદેણ થઇ છે.
સુનીલ શ્રીવાસ્તવ સીએમ હેમંત સોરેનના અંગત સચિવ હોવાની સાથે જ ઝારખંડ મુક્તિ મોરચના કેન્દ્રીય સમિતિના સભ્ય અને પાર્ટીના સ્ટાર પ્રચારક પણ છે.
Reporter: admin