News Portal...

Breaking News :

પાલિકાની સામાન્ય સભામાં બ્રિજ,પાણી અને જર્જરીત મકાનનો મુદ્દો ઉછળ્યો TMC ના સાંસદ અને પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ સામે કાર્યવાહી કરવા નિતીન દોંગા ની માંગ

2024-06-16 00:27:45
પાલિકાની સામાન્ય સભામાં બ્રિજ,પાણી અને જર્જરીત મકાનનો મુદ્દો ઉછળ્યો TMC ના સાંસદ અને પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ સામે કાર્યવાહી કરવા નિતીન દોંગા ની માંગ



પાલિકાના વડી કચેરી ખાતે સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં ભાજપા ના કાઉન્સિલર નિતીન ડોંગાની TMC ના સાંસદ અને પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ સામે કાર્યવાહી કરવા સભામાં રજૂઆત
ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 10 ના કાઉન્સિલર નિતીન દોંગાએ આજે પાલિકાની સામાન્ય સભામાં ક્રિકેટર યુસુફ પઠાણ દ્વારા પાલિકાના પ્લોટ પર કરેલ દબાણ મુદ્દે કાર્યવાહી કરવા અને ગ્રેન્ડ લેબિંગ નો ગુનો દાખલ કરવા રજૂઆત કરી હતી.
આ સાથે તેમણે જણાવ્યું હતું કે તેઓ એક સાંસદ છે અને સાંસદ દ્વારા પાલિકાના પ્લોટ પર ગેરકાયદેસર કબજો કરી સાંસદ તરીકે ખોટી એફિડેવિટ કરેલ છે. તેથી તેમણે માંગ ણી કરી હતી કે તેની સામે કાર્યવાહી કરવામાં આવે. ટીએમસી ના સાંસદ છે તેથી ભારતીય જનતા પાર્ટી દ્વેષ ભાવ પૂર્વક આ કાર્યવાહી કરાવી રહી છે તે બાબતે તેમણે જણાવ્યું હતું કે કોઈપણ જાતના ભેદભાવ વગર આ કાર્યવાહી કરવામાં આવી રહી છે જો અમને પહેલાથી ખબર હોત તો તેમણે સાંસદ તરીકેનું ઉમેદવારી પત્ર ભર્યું જેમાં કોટી વિગત દર્શાવી છે તો અમારા તરફથી ત્યારે જ આ મુદ્દો બનાવવામાં આવત અને તેમનું ફોર્મ પણ રદ થઈ શકત પરંતુ અમને પછીથી જાણ થઈ ત્યારથી અમે આ બાબતનો વિરોધ કરી રહ્યા છીએ.




*ભાજપના કાઉન્સિલર ઘનશ્યામ પટેલે સામાન્ય સભામાં વિવિધ મુદ્દે સવાલો ઊભા કર્યા* 


ઘનશ્યામ પટેલે આજે સભામાં મકરપુરા વિસ્તારમાં સુસેન પાસે બ્રિજ બનાવવાની માંગ કરી હતી જે કેટલાય સમયથી મંજૂર થઈ ગયું હોવા છતાં કેમ કામ શરૂ નથી થયું તો આ બ્રિજ બનાવવાની માંગણી તેમને કરી હતી. આ સાથે ટી ગાર્ડ માટેનો ઈજારો હજી થયો નથી વરસાદ હવે શરૂ થવાનો છે ત્યારે જો ઇજારો જ નથી થયો તો ટી ગાર્ડ વિના વૃક્ષો કેવી રીતે વાવી શકાશે તે મુદ્દે પણ રજૂઆત કરી હતી. સાથે સ્ટેન્ડિંગના કામો માં જ્યારે અમારા વિસ્તારમાં સ્થળ પર વિઝીટ કરવામાં આવે છે તેમાં અમને પણ સ્થળ પર બોલાવવા જોઈએ અને અમારા સૂચન પણ લેવા જોઈએ તેવી માગણી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સભાનું પહેલા વજન પડતું હતું પરંતુ અત્યારે સભા માં રજૂઆત કરીએ છીએ તો પણ અધિકારીઓ ને કોઈ ફરક પડતો નથી. સાથે કોર્પોરેશન દ્વારા છપાવવામાં આવતી ડાયરી મુદ્દે પણ રજૂઆત કરતા જણાવ્યું હતું કે ડાયરી છ મહિના બાદ મળે છે જેનો કોઈ મતલબ રહેતો નથી અને ફોટો ખર્ચો પાલિકાના માથે આવે છે જેથી ડાયરી બારમા મહિનામાં મળી જાય તેવું આયોજન કરવું જોઈએ.


જેમાં.
વોર્ડ નંબર 17 ના નગરસેવક નિલેશ રાઠોડ દ્વારા હાઉસિંગના મકાનો લઈને કરી રજૂઆત કરવામાં આવી હતી.
1200 થી પણ વધુ મકાન જર્જરિત હાલતમાં છે તેના માટે નોટિસ આપવામાં આવી છે.જર્જરીત મકાન પર જ કાર્યવાહી કરવા માંગ કરી હતી.







 *સભા માં યોગ્ય રજુઆત ન થતા કાઉન્સિલર સ્નેહલ પટેલ નું દર્દ છલખાયું*
 વોર્ડ નંબર 16 ના કોર્પોરેટર ની સ્નેહલબેન પટેલ પાણીની સમસ્યા મુદ્દે રજૂઆત કરવા માંગતા હતા પરંતુ તેઓ રજૂઆત કરે તે પહેલા જ મેયર ફ્લોર પરથી જતા રહ્યા હતા અને ડેપ્યુટી મેયર દ્વારા સભા આગળ ચલાવવામાં આવતી હતી ત્યારે થોડો સમય વીત્યા બાદ તેઓ સભાગૃહ માંથી બળાપો ઠાલવી બહાર આવી ગયા હતા સ્નેહલ પટેલે જણાવ્યું હતું કે મારા વિસ્તારની મહિલાઓ પાણી માટે તરસી રહી છે મહિલા મેયર છે ત્યારે તેમને સમજવું જોઈએ નાગરિકો પાણીમાંથી તરસી રહ્યા છે ત્યારે પાણીના મહત્વપૂર્ણ મુદ્દે ચર્ચા થઈ રહી નથી પોતાની વાત મુકતા તેઓ ભાવુક થઈ ગયા હતા અને તેમના હાથમાં આંસુ પણ આવી ગયા હતા... એક તબક્કે તેમને આડકતરી રીતે આક્ષેપ પણ કર્યો હતો કે પાણી મુદ્દે રજૂઆત થવાની છે તે વાતની જાણકારી મળતા જ મેયર નીકળી ગયા હતા..

Reporter: News Plus

Related Post