કબાતિયા : ઇઝરાયલી સૈનિકોએ કબાતિયામાં પોતાના ઓપરેશનમાં 4 આતંકીઓને ઠાર કર્યા હતા. મૃતદેહોને બિલ્ડિંગમાંથી ફેંકી દેવામાં આવ્યા હોવાથી તે સમયે ઘટનાસ્થળે હાજર અન્ય પત્રકારોએ પણ મૃતદેહોને બિલ્ડિંગમાંથી ફેંકી દેવામાં આવ્યા હોવાની પુષ્ટિ કરી છે. જો કે આ મૃતદેહ કોના છે તે અંગેની માહિતી હજુ સુધી બહાર આવી નથી.
પેલેસ્ટિયનોના અધિકારો માટે લડતી સંસ્થા અલ-હકના ડાયરેક્ટર શૉન જબરીને જણાવ્યું હતું કે, "આ પેલેસ્ટિયન મૃતદેહો પ્રત્યેની ક્રૂરતા છે. આ કેસ સાચો સાબિત થયા પછી પણ ઇઝરાયલના સૈનિકોને કોઈ સજા આપવામાં આવશે નહીં. તેઓને આ અંગે કોઈ સજા આપવામાં આવશે નહીં. મહત્તમ ચેતવણી આપી અને છોડી દેવામાં આવશે."
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અત્યાર સુધી જ્યારે પણ ઇઝરાયલી સૈનિકો દરોડા માંથી પાછા ફરે છે, ત્યારે તેઓ સામાન્ય રીતે મૃતદેહોને પાછળ છોડી દે છે. કેટલાક કિસ્સામાં તેઓ મૃતદેહોને પોતાની સાથે ઇઝરાયલ લઈ ગયા છે.
આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર, જો કોઈ વ્યક્તિ યુદ્ધમાં મૃત્યુ પામે છે, તો કોઈ પણ સેના દુશ્મન સૈનિકના મૃતદેહ સાથે અપમાનજનક વર્તન કરી શકતી નથી. આવી સ્થિતિમાં જો આ વીડિયો સાચો સાબિત થશે તો તે આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન ગણાશે.
વીડિયો સામે આવ્યા બાદ ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ (IDF)એ કહ્યું કે, આ ઘટના અમારી સેનાના સિદ્ધાંતોની વિરુદ્ધ છે. આ એક ગંભીર મુદ્દો છે. અમે અમારા સૈનિકો પાસેથી આની અપેક્ષા રાખતા નથી. IDFએ કહ્યું છે કે, તે આ ઘટનાની તપાસ કરશે.
આ પહેલા ગુરુવારે ઇઝરાયલની સેનાએ કહ્યું હતું કે, ઇઝરાયલી સૈનિકોએ કબાતિયામાં પોતાના ઓપરેશનમાં 4 આતંકીઓને ઠાર કર્યા છે. તે સમયે ઘટનાસ્થળે હાજર અન્ય પત્રકારોએ પણ મૃતદેહોને બિલ્ડિંગમાંથી ફેંકી દેવામાં આવ્યા હોવાની પુષ્ટિ કરી છે. જો કે આ મૃતદેહ કોના છે તે અંગેની માહિતી નથી.
Reporter: admin