News Portal...

Breaking News :

ઈઝરાયલે રજા પર ગયેલા તમામ સૈનિકોને પાછા ફરવાનો આદેશ

2024-08-14 09:55:56
ઈઝરાયલે રજા પર ગયેલા તમામ સૈનિકોને પાછા ફરવાનો આદેશ


તેલ અવીવઃહમાસના હથિયાબંધ અલ-કસ્સામ બ્રિગેડે લાંબા સમયગાળા સુધી રાહ જોયા પછી  તેલ અવીવ અને આસપાસના વિસ્તારોને ટાર્ગેટ બનાવીને એમ90 રોકેટથી તાબડતોડ હુમલો કરવામાં આવ્યો હતો. એમ 90 રોકેટ મલ્ટિપલ રોકેટ લોન્ચર છે, જેમાં એકસાથે આઠ રોકેટ લોન્ચ કરી શકાય છે, જ્યારે તેની મારક ક્ષમતા 90 કિલોમીટર સુધી છે.


ઈઝરાયલ-હમાસની વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે હમાસે ફરી એક વાર ઈઝરાયલ પર ઘાતક હુમલો કર્યો છે. તેલ અવીવ પર રોકેટ લોન્ચરથી એટેક કરવામાં આવ્યો છે, ત્યાર બાદ ભીષણ વિસ્ફોટ થયો હતો. આ હુમલાની જવાબદારી અલ-કસ્સામ બ્રિગેડે લીધી છે. તેલ અવીવ અને તેની આસપાસના વિસ્તારમાં બે એટેક કરવામાં આવ્યો છે. હમાસની મિલિટરી બ્રાન્ચ, અલ કસ્સામ બ્રિગેડે એના અંગે આજે જાહેરાત કરી છે. તેલ અવીવ અને એની આસપાસના વિસ્તારમાં એમ90 રોકેટમારો કરવામાં આવ્યો હતો.રોકેટ દરિયામાં પડ્યું હોવાનો ઈઝરાયલની કબૂલાત હમાસે ઈઝરાયલની સામે પહેલો હુમલો કર્યો હતો, ત્યાર બાદ ઈઝરાયલ આર્મીએ જણાવ્યું છે કે એક રોકેટ તેલ અવીવની નજીક દરિયામાં પડ્યું હતું.


આર્મીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે થોડા સમય પૂર્વે ગાઝાપટ્ટીને પાર કરીને એક રોકેટ ઈઝરાયલના દરિયાઈ વિસ્તારમાં પડ્યું હતું. સ્થાનિક લોકોએ આ ધડાકા સાંભળ્યો હોવાની માહિતી આપી હતી, પરંતુ તેનાથી કોઈ નુકસાન થયું નથી. એના સિવાય એક મિસાઈલની પણ શોધી લેવામાં આવ્યું હતું, પરંતુ એ ઈઝાયલના વિસ્તારમાં પ્રવેશી શક્યું નહીં હોવાનો દાવો કરવામાં આવ્યો છે.હમાસના હુમલા વચ્ચે ઈઝરાયલના એક પત્રકારે જણાવ્યું છે કે ઈઝરાયલે રજા પર મોકલવામાં આવેલા તમામ સૈનિકોને તાત્કાલિક પાછા ફરવાનો આદેશ આપ્યો છે. હાલમાં ભલે રજા પર હો પણ હાજર થવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત, સૈનિકોને ઈરાન બદલો લેવાની સંભાવના હોવાથી અજરબૈજાન અને જોર્જિયા તાત્કાલિક છોડવાના આદેશ અપાયા છે.

Reporter: admin

Related Post