વડોદરા : શહેર માંથી પ્રોહીબીશન તથા જુગારની પ્રવૃતિ આચરતા ગુનેગારોને તેઓની ગુનાકીય પ્રવૃતિને ધ્યાને લઇ તેઓ વારંવાર આવા ગુનાઓ ન આચરે તેમજ ગુનેગારોની સતત ચાલતી ગુનાકીય પ્રવૃતિ ઉપર અંકુશ મેળવવા માટે શહેર વિસ્તારમાં પોલીસ સ્ટેશનો ખાતે નોંધાતા ગુનાઓનું સતત મોનીટરીંગ કરવામાં આવે છે. આવા ગુનાઓમાં સંડોવાયેલ ગુનેગારો ઉપર સખતમાં સખત રીતે પાસા તેમજ હદપારી (તડીપાર) હેઠળ અટકાયતી પગલા લેવામાં આવ્યા છે.
આરોપી રોહીત રતનકુમાર લેડવાણી રહેવાસી સોહન રેસીડેન્સી મુખી નગર માય સાનેન સ્કુલ પાસે ન્યુવીઆઇપી રોડ વડોદરા શહેર નાઓએ પોતાની માલીકીના મકાનમા ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂનો જથ્થો કુલ બોટલો ૪૭૫ કુલ્લે રૂપિયા ૧૫,૯૮,૦૦૦ નો રાખેલ હોય જે ભારતીય બનાવટનાઈંગ્લીશ દારૂ જથ્થો આરોપી મયુર હરેશભાઇ નેભવાણી રહે, ૬૪ વિશ્વકર્મા નગર વિશ્વકર્મા મંદિરની પાસે માય સાનન સ્કુલની પાસે ખોડીયાર નગર વડોદરા શહેર નાઓને મકાન તેમજ દારૂનો જથ્થો સોપી અમદાવાદ ખાતે ગયેલ જે પકડાયેલ આરોપી પાસેથી રેડમી નોટ નવ પ્રો મેક્ષ મોબાઇલ ફોન કિમત ૫૦૦ તથા લાઇટબીલ મળી કુલ્લે કિમત ૧૬,૦૩,૦૦૦ના મુદ્દામાલ સાથે આરોપી પકડાઇ ગયેલ હોય જે બંને આરોપીઓએ આ ગુનો કરવામા મદદગારી કરી ગુન્હો કરેલ હોય જે બાબતે બાપોદ પો.સ્ટે.માં ગુનો નોંધાયો હતો.
આ ગુનામા આરોપીની ધરપકડ કરવામાં આવેલ હતી જે આરોપી જામીન ઉપર મુકત થતા સદર આરોપી પ્રતિબંધિત I.M.F.L.નો સંગ્રહ, હેરાફેરી અને વેચાણની ગેરકાયદેસર પ્રવૃત્તિ વારંવાર કરવાની ટેવવાળા છે. આરોપી સાગરીત સાથે ભેગા મળી એકબીજાની મદદગારીથી પોતાના આર્થિક ફાયદા સારૂ વગર પાસ પરમીટે ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મોટા સંગ્રહ કરે છે. આ આરોપીએ સંગ્રહ કરેલ પ્રતિબંધિત I.M.F.L. ના જથ્થા સાથે સાગરીત પોલીસની રેઇડ દરમ્યાન સ્થળ પર પકડાયેલ છે.
આ ગુનામા આરોપીની ધરપકડ કરવામાં આવેલ હતી જે આરોપી જામીન ઉપર મુકત થતા સદર આરોપી પ્રતિબંધિત I.M.F.Lનો સંગ્રહ, હેરાફેરી અને વેચાણની ગેરકાયદેસર પ્રવૃત્તિ વારંવાર કરવાની ટેવવાળા છે. આરોપી સાગરીત સાથે ભેગા મળી એકબીજાની મદદગારીથી પોતાના આર્થિક ફાયદા સારૂ વગર પાસ પરમીટે ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મોટા પ્રમાણમાં રાજ્ય બહારથી અવાર-નવાર લાવી જુદા-જુદા સાગરીતોને છુટક તેમજ જથ્થાબંધ માત્રામાં વેચાણ કરી સપ્લાય કરે છે. આરોપીએ સંગ્રહ કરેલ પ્રતિબંધિત I.M.F.Lના જથ્થા સાથે સાગરીત પોલીસની રેઇડ દરમ્યાન સ્થળ ઉપરથી પકડાયેલ છે અને આરોપી તપાસ દરમ્યાન પકડાયેલ છે.
નાગરીકોના જાનનુ જોખમ રહેલુ છે. આમ, આરોપીની અસામાજીક પ્રવૃતી અંકુશમાં આવે તે સારૂ વડોદરા શહેરના પોલીસ કમિશ્નર નરસિમ્હ કોમાર નાઓ તરફથી ઇસમનુ પાસા વોરંટ ઇસ્યુ કરતા વડોદરા શહેર બાપોદ પોલીસ સ્ટેશન દ્વારા પાસા વોરંટની બજવણી કરી પાસા ધારા હેઠળ અટકાયતમાં લઇ ભાવનગર મધ્યસ્થ જેલ ખાતે પાસા હેઠળ અટકાયતમાં રાખવા સારૂ મોકલી આપેલ છે.
Reporter: admin