News Portal...

Breaking News :

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થશે

2024-08-20 19:17:38
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થશે



વડોદરા : આગામી 31મી ઓક્ટોબરના રોજ સરદાર પટેલની જન્મ જયંતિ પ્રસંગે વિશ્વની સૌથી મોટી SOU ના પ્રાકૃતિક સાંનિધ્યમાં ભારતની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર પટેલની જન્મ જયંતિનીએ રાષ્ટ્રીય એકતા પરેડની ભવ્ય ઉજવણી દર વર્ષે કરવામાં આવે છે.
કાર્યક્રમ અંગે પ્રાથમિક સ્થળ નિરીક્ષણના ભાગરૂપે એકતાનગર ખાતે કેન્દ્રીય ગૃહ સચિવ અજયકુમાર ભલ્લા એકતાનગરના આંગણે BSF ના હેલીકોપ્ટર મારફત પધાર્યા હતા. અને સમગ્ર રૂટનું નિરીક્ષણ કર્યું હતું.
અજયકુમાર ભલ્લાએ ઉજવણી સંદર્ભે પ્રાથમિક સ્થળ નિરીક્ષણ કરીને રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ સાથે રાષ્ટ્રીય એકતા પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમો સંદર્ભે સંયુક્ત બેઠક યોજીને રચનાત્મક સૂચનો કર્યા હતા.



પરેડ સંદર્ભે મંતવ્યો-વિચારોની આપ-લે બાદ ભલ્લાએ પરેડ ગ્રાઉન્ડ અને નિર્માણાધિન વોક-વે નું નિરીક્ષણ કર્યું હતું. ઉપરાંત, વેલી ઓફ ફ્લાવરની મુલાકાત લીધી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના ઉચ્ચ અધિકારી ગોવિંદ મોહન ભલ્લાના ખાસ ફરજ પરના અધિકારી તરીકે તેમની સાથે મુલાકાતમાં સાથે જોડાયા હતા.



નર્મદા જિલ્લાના એકતાનગરમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે યોજાયેલી આ પ્રાથમિક નિરીક્ષણ અને બેઠકમાં કેન્દ્ર સરકારના વરિષ્ઠ અધિકારીઓ, ગુજરાત સરકારના ગૃહ વિભાગના સચિવ નિપુણા તોરવણે, નર્મદા નિગમના ચેરમેન મુકેશ પુરી, સરદાર સરોવર ડેમના મુખ્ય ઇજનેર કાનુગો, BSF-SRP-CISF ફોરેસ્ટ, SOU ના અધિકારીઓ તેમજ જિલ્લા કલેક્ટર કચેરીના પ્રોટોકોલ્સ, GAD ના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

Reporter: admin

Related Post