ભારતીય કૃષિ અનુસંધાન પરિષદના વડોદરા રિસર્ચ સ્ટેશન- સેન્ટ્રલ ઇનલેન્ડ ફિશરીઝ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા તા.૨૭ સપ્ટેમ્બરના રોજ તાપી જિલ્લાના ઉકાઇ ડેમ ખાતે અનુસૂચિત જનજાતિ યોજના હેઠળ જાગૃતિ તેમજ ઇનપુટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમ દરમિયાન બાવલી વિભાગ મજદુર કામદાર સહકારી મંડળી, સોનગઢ, ઉકાઈના મત્સ્ય લાભાર્થીઓ ને CIFRI HDPE PEN, સિફરી કેજ ગ્રો મત્સ્ય ખોરાક અને એફ આર પી યાંત્રિક બોટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
વડોદરા રિસર્ચ સ્ટેશનના વૈજ્ઞાનિક અને ઈન્ચાર્જ ડૉ. એસ.પી. કાંબલેએ મત્સ્ય ખેડૂતો વૈજ્ઞાનિક ધોરણે મત્સ્ય ખેતી કરી આજીવિકામાં વધારો કરી શકે તે માટે જળાશયમાં બીજ ઉત્પાદન માટે CIFRI HDPE પેનની સંભવિતતા પર તકનીકી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.આ કાર્યક્રમમાં મંડળીના પ્રમુખ, સભાસદો તેમજ વડોદરા રિસર્ચ સ્ટેશનના ટેક્નિકલ ઓફિસર જે.કે. સોલંકી અને ટેકનિશિયન સિતાંશુ કુમાર,મત્સ્ય ખેડૂતો હજાર રહ્યા હતા.
Reporter: admin