ડભોઇ : નોબલ ગ્રુપ ઇન્સ્ટિટ્યૂટ ડભોઇ ખાતે સંસ્થાના પ્રમુખ એ. એ. માધવાણી ના માર્ગદર્શન હેઠળ જિલ્લા કક્ષાએ સાઇબર ક્રાઇમ એવર્નેસ કાર્યક્રમ નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિધાર્થીઓને સાઇબર સુરક્ષા અંગે જાગૃતિ વધારવાનો હતો. સાઇબર ક્રાઇમના વધતા જતાં ખતરા અંગે લોકોમાં જાગૃતિ ખૂબ જ આવશ્યક છે, ખાસ કરીને નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં, જ્યાં ડિજિટલ ફ્રોડ અને છેતરપિંડીના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે.આ કાર્યક્રમમાં ડિજિટલ છેતરપિંડી, ફિશિંગ, સાયકલોઝીકલ ટ્રાપ્સ અને ઓનલાઈન સુરક્ષા પદ્ધતિઓની સમજણ આપવામાં આવી હતી .
આ કાર્યક્રમ બ્રિટિશ હાઇકમિશન (MOU) અને ગુજરાતી પોલીસના સહભાગીદાર હેઠળ સંસ્થામાં આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં ઉપસ્થિત આઈ. એલ.નરશિમારાવ પ્રોજેક્ટ મેનેજર સાઇબર સિક્યોરિટી, ન્યુ દિલ્લી E.Y.ભારત (India) પી.કે. ભૂત. psi સાયબર ક્રાઇમ સેલ LCB વડોદરા ગ્રામ્ય ડી.આર.ભાદરકા P.S.I.ડભોઇ પોલીસ સ્ટેશન નીતીશ કુમાર મદદનીસ ન્યું દિલ્લી E.Y ભારત (india) નિતેશ પંડ્યા જિલ્લા પ્રોજેકટ કોર્ડીનેટર સુરક્ષા સેતુ સોસાયટી વડોદરા ગ્રામ્ય પોલીસ ધર્મેન્દ્રભાઈ કન્સલ્ટન ખૂબ સરસ આયોજન સાથે બાળકોને માહિતીઓ આપી અને સુરક્ષા અંગે હેલ્પ લાઈન નંબર અને ઉપયોગી વેબસાઈટ વિશે પણ જાણકારી આપી હતી. અને સોશિયલ મીડિયાના વિવેક પૂર્ણ ઉપયોગ વિશે ઝીણવટ ભરી સમજ આપી હતી.
Reporter: admin