- વધેલી બ્રેડની કિનારી તળી, કટકા કરી, મમરા, પૌવા અને સીંગ ચેવડામાં ઉમેરી શકાય.
- વધેલી બ્રેડ ના કિનારીના કટકા કરી, વઘારી નાસ્તામાં ખવાય.
- વધેલી બ્રેડની કિનારીનો ભૂકો કરી બાફેલા વટાણાના માવામા મિક્ષ કરી કટલેસ બનાવી શકાય.
- સાકનો રસો જાડો કરવા બ્રેડનો ભૂકો ઉમેરી શકાય.
- ભાત અને ખીચડી વધે તો એમાંથી ઢેબરા, મુઠીયા, કે પકોડા બનાવી શકાય.
- વધેલા બટકા પૌવા માથી સમોસા કે કેટલેશ બનાવી શકાય.
- બટાકા - વટાણા ના વધેલા સાક સેન્ડવીચમા ઉમેરી શકાય.
આવી ઘણી વસ્તુઓને ઉપયોગ મા લઇ શકીએ છીએ.
Reporter: admin