મેથીના થેપલા બનાવવા માટે મેથીની ભાજીને જીણી સમારી લો એને ચોખ્ખા પાણીથી ધોઈ લો. હવે તેમાં ઘઉનો લોટ ઉમેરો, આ થેપલામાં બાજરીનો લોટ પણ ઉમેરી શકો છો.
હવે તેમાં આદુ અને લસણની પેસ્ટ, લીલા મરચાની પેસ્ટ, તેમાં એક ચમચી સફેદ તલ, એક ચમચી અજમો, એક ચમચી લાલ મરચું, અડધી ચમચી હળદર, એક ચમચી ધાણાજીરું, એક ચમચી ખાંડ, એક ચમચી ઘી, સ્વાદ અનુસાર મીઠુ, મોળું દહીં ઉમેરી મિક્સ કરો. હવે તેમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરી એનો લોટ બાંધો.
અને તેને દસથી પંદર મિનિટ માટે રેસ્ટ આપો. પછી તેને ગુલ્લાં કરી કોરો લોટ લઇ વણી લઇ સેકી લો. આ થેપલાને તમે પેક કરી અઠવાડિયા માટે સ્ટોર કરી શકો છો. આ થેપલા અથાણું, ચા કે ચટણી સાથે ખાવામાં ખુબ ટેસ્ટી લાગે છે.
Reporter: admin