વડોદરા શહેરમાં ઈન્દુ વોલેન્ટરી બ્લડ સેન્ટર છેલ્લાં ૩૧ વર્ષથી અવિરત ૨૪ કલાક કાર્યરત છે. અમો દ્વારા અત્યાર સુધી આશરે કુલ ૧૦ લાખ કરતાં પણ વધુ દર્દીઓને લોહીની સુવિધા આપવામાં આવેલ છે. બ્લડ સેન્ટરને ગુજરાત રાજ્ય સરકાર તરફથી શ્રેષ્ઠ બ્લડ બેન્કનો શેર દિલ અવોર્ડ મળેલ છે.
આજ રોજ વડોદરા શહેરનાં નગરજનો માટે ૩૨માં વર્ષે ઇન્દુ બ્લડ સેન્ટર દ્વારા "બ્લડની ડોર સ્ટેપ ડીલીવરી" ની નવીન સુવિધાનો શુભારંભ મેયર પીન્કીબેન સોનીના ,ડે.મેયર ચિરાગ બારોટ, સ્થાયી સમિતિ અધ્યક્ષ ડૉ.શીતલ મિસ્ત્રી, ડો.દર્શનભાઈ બેન્કરની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. કાળજાળ ગરમીમાં તથા ઈમરજન્સીના સમયે દર્દી તથા દર્દીના પરિવારજનોને સુગમતા અને સરળતા રહે તે માટે વિશેષ યોજના અંતર્ગત વડોદરા શહેરની હદમાં આવનાર તમામ હોસ્પિટલોમાં બ્લડ સેન્ટર દ્વારા રક્ત પહોંચાડવાની સુવિધા ચાલુ કરવામાં આવેલ છે. હોસ્પિટલના સ્ટાફ દ્વારા દર્દીની જરૂરિયાત મુજબ ઇન્દુ બ્લડ સેન્ટર ખાતે રીક્વેસ્ટ નોંધાવાથી જે તે હોસ્પિટલમાં ડાયરેક્ટ લોહી પૂરું પાડવામાં આવશે. આ સુવિધા માટે કોઈ પણ દર્દી ૭૦૬૯૩૧૭૬૭૬ પર સંપર્ક કરી શકશે.
વધુમાં ઇન્દુ બ્લડ સેન્ટર સમગ્ર મધ્ય ગુજરાતમાં ન્યુક્લીક એસીડ ટેસ્ટેડ બ્લડ આપતી એક માત્ર સંસ્થા છે. આ ટેકનોલોજી હાલ રક્ત પરીક્ષણ માટે દુનિયાની સેફેસ્ટ માનવામાં આવે છે. જે થકી ઇન્દુ બ્લડ સેન્ટર દ્વારા આપવામાં આવનાર લોહી દરેક દર્દીઓ માટે પૂરે પૂરું સુરક્ષિત છે. જેમાં રક્તને ૨ વાર અલગ અલગ પદ્ધતિથી ટેસ્ટીંગ કર્યા બાદ જ દર્દીને આપવામાં આવે છે. ઈન્દુ બ્લડ સેન્ટર દ્વારા ફૂડ એન્ડ ડ્રગ વિભાગના તમામ માપ દંડોનું યોગ્ય રીતે પાલન કરવામાં આવે છે.ઇન્દુ બ્લડ સેન્ટરમાં વડોદરા શહેર- જીલ્લા તથા સમગ્ર મધ્ય ગુજરાતમાંથી દર્દીઓ લોહી લેવા માટે આવતા હોય છે. વડોદરા બહારના દર્દીઓ માટે તથા વડીલ દર્દીઓ માટે આ સુવિધા ખુબ જ લાભદાયી નીવડશે. અમારી સાથે ૩૧ વર્ષ સુધી સાથે વિશ્વાસથી જોડાઈ રહેનાર તમામ દર્દીઓ, તો હોક્ટર્સ હોક્ટર્સ, રકતદાતાઓ અને અન્ય તમામ સેવાભાવી સંસ્થાઓનો ઇન્દુ સેન્ટર તમામ નો આભાર માન્યો હતો...
Reporter: News Plus