News Portal...

Breaking News :

ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ ને સ્કુલ કીટ વિતરણ સેવાનો તા.૨૨મી જુન થી પ્રારંભ

2024-06-19 19:44:45
ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ ને સ્કુલ કીટ વિતરણ સેવાનો તા.૨૨મી જુન થી પ્રારંભ





શિક્ષણની મુખ્યધારામાંથી ગરીબ વિદ્યાર્થી વંચિત ન રહી જાય તે માટેના પ્રયાસના ભાગરૂપે ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ (ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ) દ્વારા E-Line અભિયાન અંતર્ગત ગ્રામ્ય વિસ્તાર ની વિવિધ શાળા ના ૫૦૦ થી વધુ વિદ્યાર્થીઓ ને સ્કૂલ કીટ નું તા.૨૨ મી જુન ને શનિવાર થી વિતરણ કરવામાં આવશે.



ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ ના માર્ગદર્શક શ્રીમતિ રંજબેન ભટ્ટ ના માગ્દર્શન હેઠળ ગત વર્ષે ૨૫૦૦ ઉપરાંત જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ ને સ્કુલ બેગ વીતરણ કરવામાં આવી હતી. સતત બીજા વર્ષે વડોદરા જિલ્લા ના અંતરિયાળ વિસ્તારની ૧૦ થી વધુ શાળા ઓ ના જરૂરિયાતમંદ બાળકોને  સ્કૂલ બેગ, ૬ નોટબુક, કંપાસ સેટ, વોટર બોટલ, નાસ્તા નો બોક્ષ, ડ્રોઈંગ બુક, પેન્સિલ બોક્ષ, સહીત ની કીટ તૈયાર કરી  તા.૨૨ જુન ૨૦૨૪ ને શનિવાર ના રોજ સાવલી તાલુકા ની શાળામાંથી વિતરણ સેવાનો પ્રારંભ કરવામાં આવશે. આ સમગ્ર અભિયાન દાતાઓ ના સહયોગથી ચલાવવામાં આવે છે.


...

Reporter: News Plus

Related Post