અમેરિકાના અર્કાન્સસ રાજ્યના ફોર્ડિસ શહેરમાં મેડ બુચર કરિયાણા સ્ટોરમાં હુમલાખોરે અંધાધૂંધ ગોળીબાર કરી દીધો હતો.
પોલીસે કહ્યું કે હુમલાખોર પણ ઇજાગ્રસ્ત થયો હતો અને તેની ધરપકડ કીર લેવામાં આવી છે. ઈજાગ્રસ્ત લોકોમાં કોઈની હાલત ગંભીર નથી એટલે ખતરો ટળી ગયો છે. બીજી બાજુ ગવર્નર સારા હુકાબી સેન્ડર્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે મને આ ઘટના વિશે જાણકારી મળી. હું લોકોના જીવ બચાવવા બદલ તપાસ એજન્સીઓ અને સુરક્ષાકર્મીઓ પ્રત્યે આભારી છું.
હું પીડિતો પ્રત્યે પણ સહાનુભૂતિ વ્યક્ત કરું છું. તાજેતરનો મામલો એક સુપર માર્કેટમાં અંધાધૂંધ ગોળીબારનો છે. અહીં ફાયરિંગની ઘટનામાં બે લોકો મૃત્યુ પામ્યા. જ્યારે હુમલાખોર અને સુરક્ષાકર્મી સહિત સાત લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
Reporter: News Plus