ઉત્તર અમેરિકાના કેલિફોર્નિયા સ્થિત સિલીકોન વેલી ખાતે આવેલી નેટફ્લિક્સ ની મુખ્ય કચેરી ખાતે વૈષ્ણવ આચાર્ય દ્વારકેશ લાલજી મહારાજ દ્વારા મહારાજ ફિલ્મને પ્રસારિત નહીં કરવા માટેની એક લેખિત વાંધા અરજી આપવામાં આવી છે.
મહારાજ ફિલ્મમાં હિન્દુ સનાતન ધર્મ અને વૈષ્ણવ પરંપરાને પહોચાડતી ઘટનાઓનું નિરૂપણ કરવામાં આવ્યું હોવાનું દ્વારકેશ લાલજી મહારાજે જણાવ્યું હતું.આ અગાઉ ગુજરાત હાઇકોર્ટમાં દાખલ થયેલી મહારાજ ફિલ્મ ઉપરના પ્રતિબંધને ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધો છે. ત્યારે નેટફ્લિક્સ ના OTT પ્લેટફોર્મ ઉપર પ્રસારિત થનારી યશરાજ બેનર તળે બનેલી વિવાદા સ્પદ મહારાજ ફિલ્મને અટકાવવા માટે વડોદરાના વૈષ્ણવ આચાર્ય દ્વારકેશ લાલજી મહારાજ નેટફ્લિક્સના હેડ કવાટર ખાતે રજુવાત કરી છે.
Reporter: News Plus