તમિલનાડું માં ઝેરી લઠ્ઠો પીવાથી અનેક લોકોના મોત થઈ રહ્યા છે. સ્મશાન ગૃહ અને કબ્રસ્તાનમાં જગ્યા ખૂટી પડી છે.
આ લઠ્ઠોકાંડ ની ઘટનાને લઈને તમિલ નાડું માં ખળભળાટ મચી ગયો છે. આ ઘટનામાં આ ઝેરી લઠ્ઠો પીવાથી 47 લોકોના મોત નિપજ્યા છે. તે ઉપરાંત 100 થી વધુ લોકોની હાલત ગંભીર છે. જોકે આ ઘટનામાં મૃત્યુ આંક વધી શકે છે.મુખ્યમંત્રી સ્ટાલિનના રાજીનામાની માગ કરવામાં આવીસારવાર હેઠળ 118 લોકોમાંથી 30 ની હાલત નાજુક છેAIADMK સભ્યોએ ઝેરી લઠ્ઠો ની દુર્ઘટના પર વિરોધ પ્રદર્શન કર્યું છે.ઝેરી Liquor પીવાથી મોટાભાગના લોકોને પેટમાં દૂખાવો, ઉલટી થવી અને ઝાળા-ઉલટી થઈ રહ્યા છે. તે ઉપરાંત આ ઘટના સ્ટાલિનની સરકાર પર અનેક સવાલો ઉઠાવવામાં આવ્યા છે. તે ઉપરાંત વિપક્ષ દ્વારા તમિલ નાડું ના મુખ્યમંત્રી સ્ટાલિનના રાજીનામાની માગ કરવામાં આવી છે. જોકે આ ઘટનાને લઈ સરકાર દ્વારા કડક તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
બીજી તરફ તમિલ નાડું માં ઝેરી લઠ્ઠો પીવાથી થયેલી બીમારીને કારણે કુલ 165 લોકોને કલ્લાકુરિચી, JIPMER, સાલેમ અને મુંડિયમબક્કમ સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાંથી અત્યાર સુધીમાં 47 લોકોના મોત થયા છે. સારવાર હેઠળ 118 લોકોમાંથી 30 ની હાલત નાજુક છે.તમિલનાડું સરકારે ગેરકાયદેસર Liquor ના વેચાણ રોકવા માટે વિશેષ ટીમની રચના કરી છે. તે ઉપરાંત તેમને કડક કાર્યવાહી કરવાની સૂચના પાઠવી છે. મદ્રાસ હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ બી ગોકુલદાસ આ ઘટનાની તપાસ માટે ટીમનું નેતૃત્વ કરી રહ્યા છે. તો ઘટના સાથે સંબંધિત રિપોર્ટ 3 મહિનામાં કોર્ટમાં રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તો હાલમાં, વિપક્ષી નેતા એકે પલાનીસ્વામીના નેતૃત્વમાં AIADMK સભ્યોએ ઝેરી લઠ્ઠો ની દુર્ઘટના પર વિરોધ પ્રદર્શન કર્યું હતું.
Reporter: News Plus