News Portal...

Breaking News :

અમદાવાદના સાણંદમાં ફુડ પોઈઝનિંગ

2024-06-22 10:15:47
અમદાવાદના સાણંદમાં ફુડ પોઈઝનિંગ


જિલ્લાના સાણંદમાં ફુડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે. સાણંદ તાલુકાના અણીયારી ગામની આ ઘટના છે. 


ખમણ ખાવાથી ફૂડ પોઈઝનિંગ  થયુ હોવાની માહિતી સામે આવી છે. મળતી જાણકારી પ્રમાણે ખમણ  ખાવાથી 50 થી 60 લોકોને ફૂડ પોઈઝનિંગ થયું છે. અત્યારે તમામ દર્દીઓને બાવળા અને સાણંદની સ્થાનિક હોસ્પિટલોમાં પ્રાથમિક સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે .ઉલ્લેખનીય છે કે, અચાનક ફૂડ પોઈઝનિંગની ઘટનાથી તંત્ર દોડતું થયું છે.

Reporter: News Plus

Related Post