સલમાન ખાન મહાબળેશ્વર ખાતે ડીએચએફએલ કૌભાંડના આરોપી અને ઈડીની કસ્ટડીમાં રહેલા રાકેશ વાધવાનના બંગલામાં ઉતર્યો છે. સલમાન આ બંગલામાં કેમ ઉતર્યો છે એ મામલે આશ્ચર્ય વ્યક્ત કરાઈ રહ્યું છે.
સલમાન ખાનને લોરેન્સ બિશ્નોઈ દ્વારા આપવામાં આવેલી ધમકીને પગલે પોલીસ પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. પોલીસોના સુરક્ષા કવચ વચ્ચે સલમાન ખાન આરામથી બધી જગ્યાએ ફરતો જોવા મળ્યો છે. સાતારાએ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનું ગામ છે અને એટલે જ ભાઈજાન સીએમ શિંદેના ગામ પણ જવાનો હતો, પરંતુ ગાઢ ધુમ્મસને કારણે તે ત્યાં જઈ શક્યો નહીં.
વાધવાન વિશે વાત કરવાની થાય તો કોરોનાકાળમાં વિવાદોમાં ફસાયેલા વાધવાને 17 બેંકના 34,000 કરોડ રૂપિયાની ઉચાપત કરી હોવાનો આક્ષેપ તેમના પર કરવામાં આવ્યો છે. ત્યાર બાદ વાધવાન બંધુની સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. હવે એમના જ બંગલામાં ભાઈજાને ઉતારો લેતા લોકોમાં સલમાનના આ નિર્ણયને લઈને આશ્ચર્ય વ્યક્ત કરાઈ રહ્યું છે.
Reporter: News Plus