વોશિંગ્ટન: અમેરિકામાં એક ભારત વંશીય વ્યક્તિ ગૈવિન(૨૯)નાં લગ્ન એક મેક્સિકન યુવતી વીવીયાના જામોરા સાથે ઈંડીયાના રાજ્યનાં એક શહેરમાં પોતાની મોટરમાં જઈ રહ્યો હતો
ત્યારે એક પિક-અપ-વાન સાથે તેની ગાડી ટકરાતાં-ટકરતાં બચી ગઈ તેથી ગુસ્સે થયેલો ગૈવિન પિક-અપ-વાનના ડ્રાયવર સાથે ઝઘડવા લાગ્યો. તે સમયે તેના હાથમાં પિસ્તોલ પણ હતી. તેવામાં ઝઘડો તીવ્ર બનતાં પિક-અપ-વાનના ડ્રાઈવરે ગૈવિનને ગોળી મારી તેની હત્યા કરી નાખી.ગૈવિનને ગોળી મારી પિક-અપ-વાનનો ડ્રાઇવર તો વાન લઈ ચાલ્યો ગયો હતો. તો બીજી તરફ ઇન્ડીયાના રાજ્ય પોલીસ તેમ પણ કહે છે કે પિક-અપ-વાનના ડ્રાઈવરે કદાચ સેલ્ફ ડીફેન્સમાં ગોળી મારી હતી.
જોકે આ તર્ક ટકી શકે તેમ જ નથી કારણ કે ગૈવિને તે ડ્રાઇવર તરફ તો તેની ગન તાકી જ ન હતી.આ ઘટના અંગે ગૈવિનની પત્ની વિવિયાનાએ પોલીસને જણાવ્યું હતું કે ગોળી વાગ્યા પછી ગૈવિનના શરીરમાંથી લોહી નીકળતું હતું દરમિયાન એમ્બ્યુલન્સ આવી ત્યાં સુધી મેં તેને ટેકો આપી રાખ્યો હતો. તે સ્થિર ઉભો રહી શકતો ન હતો. એમ્બ્યુલન્સમાં હું તેને હોસ્પિટલ લઈ ગઈ. પરંતુ સારવાર દરમિયાન જ તેનું નિધન થયું.
Reporter: admin