News Portal...

Breaking News :

શેરખી ભીમપુરના બિસ્માર રોડને કારણે ગંભીર અકસ્માત સર્જાશે તો જવાબદારી કોણી?

2024-07-22 11:24:08
શેરખી ભીમપુરના બિસ્માર રોડને કારણે ગંભીર અકસ્માત સર્જાશે તો જવાબદારી કોણી?


શેરખી ખાતે આવેલ પોદાર વર્લ્ડ સ્કૂલના આચાર્યએ લેખિતમાં રજુઆત કર્યા બાદ પણ પરિણામ શૂન્ય.


શેરખી ગામેં આવેલ પોદાર વર્લ્ડ સ્કૂલ તરફ જવાના બિસ્માર રસ્તાને કારણે વિધાર્થીઓ, શિક્ષકો સહિત વાલીઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ભીમપુરા કેનાલ ખાતે રસ્તો બનાવવા અંગે વારંવાર રજુઆત કરવા છતાં હજી સુધી રસ્તા અંગે કોઈ ચોક્કસ નિરાકરણ નહિ આવતાં અહીંના સ્થાનિકો સહિત શાળાના વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.પોદર સ્કૂલના આચાર્ય પ્રીતિ પિલ્લાઈએ જણાવ્યું હતું કે રસ્તાની રજુઆત અંગે કલેક્ટર અને જિલ્લા પંચાયતમાં ઘણી અરજીઓ આપવા છતાં ભીમપુરા- કેનાલ રોડ પર કામ કરવામાં આવ્યું નથી. આ ઉપરાંત પંચવટી થી શેરખી અને ગોત્રી થી શેરખી સુધીની હાલત ખૂબ જ બિસ્માર હોવાથી વાહન ચલાવવામાં પણ ઘણી અગવડો પડી રહી છે. 


આ વિસ્તારમાં ઘણી જગ્યાએ કામ બાકી હોવાને કારણે વન-વે થી વાહન વ્યવહાર ચાલી રહ્યો છે. જેના લીધે ઘણા અકસ્માત સર્જાયા છે, અને આવા રોડ પર સ્કૂલ બસ કે વાન નું આવન જાવન જોખમી પુરવાર થઈ રહ્યું છે.આ રોડ પર સૌથી વધુ સ્કૂલ બસ અને વાહન આવતા જતા હોય છે. જે શાળાના વિદ્યાર્થીઓ માટે જોખમી તો છે જ પરંતુ જીવલેણ ન બને તેની તકેદારી રાખવી જરૂરી બને છે. રાજકોટની દુર્ઘટના બાદ સરકારે વિદ્યાર્થીઓની સુરક્ષા માટે ઘણા પગલાં લીધા છે, પરંતુ વરસાદી ઋતુમાં રોડની તરફ ધ્યાન કેમ આવી રહ્યું નથી? શુ તંત્ર એવી કોઈ દુર્ઘઘટનાની રાહ જોઈ રહ્યું છે કે શું ?સરકાર અમારી વાતને ધ્યાનમાં લે તેને ગંભીરતાપૂર્વક રસ્તાના ચાલી રહેલા કામને સત્વરે પૂર્ણ કરે તે માટે અમે એક જાગૃત નાગરિક તરીકે કાર્ય કરી રહ્યા છીએ. શેરખી ભીમપુરા વિસ્તારમાં વહીવટી તંત્રએ બિસ્માર રોડ રસ્તાની સમસ્યાને ગંભીરતાપૂર્વક લઈને તેનું નિરાકરણ લાવવું જોઈએ.

Reporter:

Related Post