દાહોદ:-રાજ્ય સરકારના આરોગ્ય તંત્ર દ્વારા લેવાયેલા રોગચાળા નિયંત્રણ પગલાંઓ ઉપરાંત રોગ નિવારણ માટે સમગ્ર રાજ્યમાં સધન સર્વેલન્સ અને દવા છંટકાવ માટે ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે.
આ પ્રયત્નોના ભાગરૂપે અગમચેતી રાખીને દાહોદ જિલ્લાના રેટીયા અને ઊંચવાણીયા ગામે દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો.ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્યના આરોગ્ય તંત્ર દ્વારા ચાંદીપુરા વાયરસ એન્કેફેલાઇટીસ વેક્ટરના નિયંત્રણ અને અટકાયત માટે સઘન પગલાંઓ લેવાનાં શરૂ કરવામાં આવ્યાં છે. જેમાં કાચા મકાનો અને ઢોર-કોઠાર એરિયામાં રોગ અટકાયત માટે મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.
Reporter: admin